સુરત: સુરત(Surat)માં સવારથી જ વરસાદી(Rainfall) માહોલ જામ્યો છે. વહેલી સવારથી ધીમી ધારે વરસી રહેલા વરસાદનાં પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વહેલી સવારથી બપોર સુધીમાં વરસાદે વિરામ લીધા બાદ અનેક વિસ્તારોમાં ફરી વરસાદ શરુ થયો હતો. સુરત શહેર અને જીલ્લામાં ત્રણ દિવસ તંત્રએ ઓરેન્જ એલર્ટ(Orange alert) જાહેર કર્યું છે. જેના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. વરસાદના પગલે સુરત શહેરનાં અને વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
ઓરેન્જ એલર્ટનાં પગલે સુરત તંત્ર એલર્ટ
હવામાન વિભાગની આગાહી ને પગલે સુરત તંત્ર એલર્ટ થઇ ગયું છે. ઓરેન્જ એલર્ટનાં પગલે સુરત જિલ્લા કલેકટરે(District Collector) આદેશ જાહેર કર્યા છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે તમામ અધિકારીઓ ને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક કંટ્રોલ રૂમ નંબર જાહેર કરવામાં આવ્યા છે. સુરત શહેર માટે 0261-2663200 અને જિલ્લા માટે 0261-1077 નંબર જાહેર કરાયા છે. ભારે વરસાદનાં પગલે જરૂર પડે તો નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાની પણ તૈયારી રાખવાની પણ સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત નદીનાં કિનારે કે તેની આસપાસનાં પટ પર તેમજ ડેમની આજુબાજુનાં વિસ્તારમાં લોકોની અવરજવર ન થાય તેની તકેદારી રાખવા પણ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓવરટેપીંગ વાળા રસ્તા પર બેરીકેડિંગ કરવા અને સતર્કતાનાં તમામ પગલાં લેવા જાણ કરવામાં આવે છે. આ દરમ્યાન કોઇ દુર્ઘટના બનાવ બને તો તેની તાત્કાલિક જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમ ખાતે ફોન નં.૦૨૬૧-૨૬૬૩૨૦૦ અથવા ૦૨૬૧-૧૦૭૭ ઉપર જાણ કરવા જણાવાયું છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
સુરતમાં વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગયા છે. ભેસાણ ગામમાં આવેલા વીર સાવરકર આવાસ(Veer Savarkar Awas) વિસ્તારની અંદર પાણી ભરાયાનાં દૃશ્યો સામે આવ્યા હતા. આવાસમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ જાય છે.આવાસમાં રહેતા પરિવારજનોને ભારે મુશ્કેલી થાય છે. નજીવા વરસાદમાં પણ એક ફૂટ કરતાં વધારે પાણી ભરાઈ જાય છે. સવારે આવાસમાં પાણી ભરાયા નહિ હતા ત્યારબાદ વરસાદી પાણી ભરાવવાની શરુઆત થઇ હતી. સુરત શહેરમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં પરિસ્થિતિ ખૂબ જ દયનીય થઈ જાય છે. વાહનચાલકો માટે વાહન પસાર કરવા મુશ્કેલ બની જાય છે.