Vadodara

સ્વિટી મર્ડર કેસ : પીઆઈ દેસાઈ અને કિરીટસિંહ જાડેજાની ધરપકડ

વડોદરા : સ્વિટી વડોદરાના રાધાકૃષ્ણના મંદિર આરતી માટે અવાર-નવાર જતી હોય છે તેથી કદાચ ત્યાં ગઈ હશે તેમ પીઆઈ દેસાઈએ તેમના સાળા જયદીપને જણાવીને શોધખોળના બહાને લાશ સગેવગે કરવા નીકળ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પીઆઈ તથા કિરીટસિંહ જાડેજાના કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી હતી. તેના ટેસ્ટ આવ્યા બાદ ધરપકડની કામગીરી આદરાશે.

કરજણના પીઆઈ અજય દેસાઈએ પત્ની સ્વિટીનું ગળું ટૂંપાવીને નિર્મમ હત્યા કરીને લાશ સળગાવી નાંખી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બંનેની અટકાયત કરી હતી. પીઆઈએ બહેનની હત્યાનું કારણ રજૂ કરીને મદદ માગતા કિરીટસિંહે લાશનો નિકાલ કરવા મદદ  કરી હતી. માત્ર ચાર કલાકમાં લાશને બાળા લાકડાં જ્વલનશીલ પ્રવાહી કઈ રીતે આવી ગયું તે પ્રશ્ન પોલીસ બેડામાં પણ ચર્ચાઈ રહ્યો છે. ઘરેથી લાશ લઈને એકલો નીકળેલો પીઆઈ ગણતરીના સમયમાં બધી જ તૈયારી કરી શકે તે વાત પોલીસના ગળે ઉતરતી જ નથી.

વડોદરા પોલીસ તપાસમાં 40 દિવસ સુધી કોઈ જ સપોટ પરિણામ ન મળતા પોલીસ વિભાગ ઉપર પણ તરેહ તરેહના આક્ષેપોના માછલા ધોવાયા છે. મૃતકના પરિવારજનોએ તો પોલીસની તપાસ પર સિધી આંગળી ચિંધીને જણાવ્યું કે, ડિપાર્ટમેન્ટના અિધકારીના કરતૂતો પર ઢાંકપિછોડો કરવાના ભરપૂર પ્રયાસ થયા હતા. પરંતુ સત્ય ક્યારેય છુપુ રહેતું નથી. પીઆઈના પાપનો ઘડો ક્રાઈમ બ્રાંચમાં ફૂટતાં રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલાયો હતો. અને સ્વિટીની હત્યા ખુદ પોતાના હાથે જ કરી હતી.

બનાવના દિવસે લગ્ન બાબતે દંપતી વચ્ચે વ્યાપક તકરાર થતાં ઉશ્કેરાઈને નિદ્રાધીન સ્વિટીનું ગળું દબાવીને ખૂન કરી નાંખ્યું હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાંચે આરોપી વિરુદ્ધ નોંધાયેલા ખૂનના ગુનાની ફરિયાદ કોન્ફીડેન્શિયલ બતાવીને જાહેર ન કરતા પ્રકરણ વધુ ચર્ચાના ચગડોળે ચઢ્યું હતું. તપાસ અિધકારી પીઆઈ બારડ પત્રકારો સાથે ફોન પર વાત સુદ્ધા ના કરે અ્ને પીએસઓને પણ તાકીદ કરી દે કે, કોઈને તેમનો નંબર સુદ્ધા આપવા નહિં. પોલીસે કોઈ જ નક્કર વિગત આપવા તૈયારી ના દાખવતા બનાવ અંગે તરેહ તરેહની અટકળો ચર્ચાઈ રહી છે. મોડીરાત્રે બંનેની ધરપકડ કરાશે.

  • PI રક્ષકના બદલે ભક્ષક બન્યો : DGP અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને એટીએસની કામગીરી બિરદાવતા ડીજીપી આશીષ ભાટીયાએ વડોદરાની મુલાકાત દરમ્યાન પીઆઇ અજય દેસાઇના કલંકીત કૃત્ય અંગે ખેદ વ્યકિત કરતા જણાવેલ કે પોલીસ કર્મચારી બનીને જનતાનું રક્ષણ કરવાના બદલે ભક્ષક જેવી કામગીરી કરી છે. મજબુત પુરાવા કોર્ટમાં રજુ કરીને સમાજમાં દાખલો બેસે તેવી કડક સજા કરાવવાના પ્રયાસ કરીશું.
  • દોઢ માસ સુધી પ્રજાના રૂપિયાનું આંધણ? દોઢ માસ સુધી ગુજરાતની પોલીસ એજન્સીઓને ગોળ-ગોળ ફેરવીને તપાસમાં કરોડો રૂપિયાનું આંધણ કરાવી નાખ્યા બાદ વટાણા વેરી નાંખ્યા, પરંતુ નાગરીકોના ખિસ્સામાંથી થયેલો જંગી ખર્ચ પણ પીઆઇ પાસેથી વસુલાવો જોઇએ તેવું કરજણ પંથકમાંથી જાણવા મળ્યું હતું.

Most Popular

To Top