Entertainment

સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદના ઘરે બંઘાશે પારણું, અભિનેત્રીએ પોસ્ટ શેર બેબી બમ્પ ફલોન્ટ કર્યું

મુંબઈ: બોલિવૂડની (Bollywood) અભિનેત્રી સ્વરા ભાસ્કરે (Swara Bhaskar) થોડા સમય પહેલા જ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્નગ્રંથિથી જોડાય હતી. લગ્નના ત્રણ મહિનામાં જ સ્વરાએ ગુડન્યૂઝ આપયા છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાના પ્રેગ્નન્સીના (Pregnancy) ગુડ ન્યૂઝ સંભળાવ્યાં છે. સ્વરાએ એક ફોટો શેર કર્યો છે જેમાં તે પોતાના પતિ સાથે જોવા મળે છે. આ ફોટોમાં તેણે બેબી બમ્પ પર ફલોન્ટ કર્યો છે. ફોટો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “ક્યારેક તમારી બધી પ્રાર્થનાઓનો એકસાથે જવાબ મળતો હોય છે! આશીર્વાદ, આભારી, ઉત્સાહિત (અને અજાણ!)અમે એક સંપૂર્ણ નવી દુનિયામાં પગ મુકી રહ્યા છીએ!”

લગ્નના ત્રણ મહિના પછી આ કપલે ગુડ ન્યૂઝ સંભળાવી છે. તેમના ઘરે પારણું બંધાવા જઈ રહ્યું છે. સ્વરાએ આ સમાચાર આપતાની સાથે જ લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. સ્વરા અને ફહાદ ફેબ્રુઆરીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. સ્વરા-ફહદનું રિસેપ્શન દિલ્હીમાં અને મુંબઈમાં થયું હતું જ્યાં ઘણી હસ્તીઓ અને રાજકારણીઓએ તેમના રિસેપ્શનમાં હાજરી આપી હતી. આ કપલે એપ્રિલમાં પતિ-પત્ની તરીકે તેમની પહેલી ઈદની પણ ઉજવણી કરી હતી. જો કે આ કપલના લગ્ન થતાં લોકોએ આક્ષેપો પણ કર્યા હતા.

સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદની વાત કરીએ તો તે વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર છે. તેણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી છે. જુલાઈ 2022માં ફહાદ અહમદ અબુ આસીમ આઝમી અને રઈસ શેખની હાજરીમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયા. તેઓ મહારાષ્ટ્ર અને મુંબઈ એકમમાં યુવાજન સભાના પ્રમુખ પદે છે. જ્યારે સ્વરા ભાસ્કર એક બોલિવૂડ અભિનેત્રી છે અને છેલ્લા ઘણા સમયથી પોતાના અભિનયના દમ પર ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.

Most Popular

To Top