Entertainment

સ્વર કિન્નરી લતાજી અને ગુજરાતી ગીતો !

ફિલ્મી જગતની કોયલ કંઠી કોકિલા હવે આપણી વચ્ચે  રહ્યા નથી, તેણીનો સુમધૂર સૂર કાનમાં હજીયે  ગુંજે છે ખેર, લતાજીએ ગુજરાતી ગીતો પણ ગાયા છે. જેમાં, માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે … દીકરી તો પારકી થાપણ કહેવાય …વૈષ્ણવ જનતો … હે કાનુડા તોરી ગોવાલણ … હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે …જેવા લોકપ્રીય ગીતો, ભજનો, પ્રભાતિયા વિગેરેનો સમાવેશ પણ થાય છે.અલબત્ત,  તેણીના નિધન   પછી દુઃખ એ રહ્યું   કે, તેમની વ્યાવસાયિક સાધના –  ઉપાસના, ભક્તિને હયાત અને સજીવન રાખવા માટે તેણી સીધી લિટીના  તેમના પોતાના વારસો હૈયાતી દરમિયાન  છોડી ગયેલા નથી ! આમીન !
સુરત  – સુનીલ રા.બર્મન -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top