કુસ્તીબાજ (Wrestler) સાગર ધનખર હત્યા કેસમાં (Murder Case) ઓલિમ્પિક મેડલિસ્ટ સુશીલ કુમાર (Sushil Kumar) અને અન્ય 17 સામે હત્યાના આરોપો ઘડવામાં આવ્યા છે. દિલ્હીની એક અદાલતે જુનિયર કુસ્તીબાજ સાગર ધનકરની હત્યાના સંદર્ભમાં ઓલિમ્પિયન સુશીલ કુમાર અને અન્ય 17 લોકો સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને અન્ય કલમો માટે ગુનાહિત કાવતરાના આરોપો ઘડ્યા છે. આ સાથે કોર્ટે (Court) બે ફરાર આરોપીઓ સામે પણ આરોપો ઘડ્યા છે. જણાવી દઈએ કે ગત વર્ષે મે મહિનામાં જુનિયર નેશનલ ચેમ્પિયન રેસલર સાગર ધનખરની હત્યાએ ખેલ જગતને હચમચાવી નાખ્યું હતું. આ મામલે દિલ્હી પોલીસે ઓલિમ્પિયન સુશીલ કુમાર અને તેના કેટલાક સહયોગીઓની ધરપકડ કરી હતી.
- સાગર ધનખર હત્યા કેસમાં ઓલિમ્પિયન સુશીલ કુમાર અને અન્ય 17 સામે હત્યાનો આરોપ ઘડાયો
- દિલ્હીની એક અદાલતે જુનિયર કુસ્તીબાજ સાગર ધનકરની હત્યાના સંદર્ભમાં આરોપો ઘડ્યા
- ગત વર્ષે મે મહિનામાં જુનિયર નેશનલ ચેમ્પિયન રેસલર સાગર ધનખરની હત્યાએ ખેલ જગતને હચમચાવી નાખ્યું હતું
દિલ્હીની એક અદાલતે 12 ઓક્ટોબર 2022ના રોજ કુસ્તીબાજ સાગર ધનખર હત્યા કેસમાં બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સુશીલ કુમાર અને અન્ય 17 સામે આરોપો ઘડ્યા હતા. કોર્ટે બે ફરાર આરોપીઓ સામે પણ આરોપો ઘડ્યા છે. દિલ્હીની રોહિણી કોર્ટે સુશીલ કુમાર અને અન્ય 17 લોકો સામે હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણો, ગેરકાયદેસર સભા (ભીડ એકઠી કરવી) અને અન્ય કલમો માટે ગુનાહિત કાવતરાના આરોપો ઘડ્યા છે.
કુસ્તીબાજ સાગર ધનખરની હત્યામાં સુશીલ કુમારનો હાથ હોવાનું કહેવાય છે. આ પછી પોલીસે સુશીલ કુમારની ધરપકડ કરી હતી. સુશીલ અને તેના અન્ય સાથી ખેલાડીઓએ 2021માં 4 એપ્રિલની રાત્રે જુનિયર રેસલર સાગર ધનખરને સ્ટેડિયમમાં કથિત રીતે માર માર્યો હતો. બાદમાં સાગર ધનખરની હત્યા કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો
નોંધનીય છે કે ગત વર્ષે મે મહિનામાં જુનિયર નેશનલ ચેમ્પિયન રેસલર સાગર ધનખરની હત્યાએ ખેલ જગતને હચમચાવી નાખ્યું હતું. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 4 મે, 2021ના રોજ સોનીપતના રહેવાસી સાગર ધનખરને દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં એક વીડિયો પણ સામે આવ્યો છે. આ પછી દિલ્હી પોલીસે ઓલિમ્પિયન સુશીલ કુમાર અને તેના કેટલાક સહયોગીઓની ધરપકડ કરી હતી.