Sports

ICC T20 રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ નંબર વન બેટ્સમેન, જાણો કોહલી ક્યાં નંબરે પહોંચ્યો?

નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2022 (T20 World cup 2022) બાદ હવે ICC દ્વારા T20ની નવી રેન્કિંગ (Ranking) જાહેર કરવામાં આવી છે. આ રેન્કિંગમાં ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન (batsman) સૂર્ય કુમાર યાદવનો (Suryakumar Yadav) દબદબો હજુ પણ બરકરાર છે. સૂર્યકુમાર નંબર વનની ખુરશી પર કબજો જમાવી દીધો છે. જો કે યાદવના રેન્કિંગમાં ઘટાડો પણ નોંધાયો છે. T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. પાકિસ્તાનના ખેલાડીઓને બહુ ફાયદો થયો નથી, પરંતુ ઈંગ્લેન્ડના ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું છે તેનાથી તેમને ઘણો ફાયદો થયો છે. જો કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનમાંથી રેન્કિંગમાં ટોપ 10માં માત્ર એક જ બેટ્સમેનનું નામ સામે આવ્યું હતું એ છેે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી. જો કે હવે કોહલન રેન્કિંગમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો.

સૂર્ય કુમાર યાદવ ફરીથી ICC T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બન્યો
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્ય કુમાર યાદવ T20 ઈન્ટરનેશનલમાં નંબર વન બેટ્સમેનના સ્થાને યથાવત છે. T20 વર્લ્ડ કપની છ મેચોમાંથી સૂર્યએ કુલ ત્રણ અડધી સદી ફટકારી હતી. તેના 869 રેટિંગ પોઈન્ટ હતા, પરંતુ તે પછી તેણે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે માત્ર 14 રન બનાવ્યા હતા, તેથી હવે તેના પોઈન્ટ ઘટીને 859 થઈ ગયા છે. પોઈન્ટ ઓછા થયા પછી પણ તે નંબર વનના સ્થાને જ રહ્યો છે. પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન, જે થોડા દિવસો પહેલા સુધી નંબર વન હતો. સૂર્ય કુમાર યાદવે આ વર્ષના વર્લ્ડ કપમાં 59.75ની એવરેજ અને 189.68ના સ્ટ્રાઈક રેટથી 239 રન બનાવ્યા છે. આ વર્ષના વર્લ્ડ કપમાં તે ત્રીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. આ દરમિયાન ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સે સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા સામે 47 બોલમાં 86 રન બનાવ્યા હતા. હવે એલેક્સ હેલ્સે 22 સ્થાનથી આગળ વધીને 12મા સ્થાને પહોંચી ગયો છે. તેણે આ વર્ષના વર્લ્ડ કપમાં 42.40ની એવરેજથી 212 રન બનાવ્યા હતા.

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પણ સ્થાન મળ્યું છે
પાકિસ્તાનની ટીમ પણ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી, તેથી પાકિસ્તાનના કેપ્ટન અને એક સમયે નંબર વન રહેલા બાબર આઝમને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં અડધી સદી ફટકારી હતી. હવે તેણે ત્રીજા નંબર પર કબજો જમાવ્યો છે, આ અગાઉ તે ચોથા સ્થાન પર હતો જ્યાં તે નંબર ત્રણ પર આવી ગયો છે. ટોપ 5 બેટ્સમેનોની વાત કરીએ તો સૂર્યા નંબર વન છે, જ્યારે પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન નંબર ટુ, બાબર આઝમ હવે ત્રીજા નંબરે, ડ્વેન કોનવે નંબર ચોથા અને એડમ માર્કરામ પાંચમા નંબરે છે.

બોલરોમાં વનિંદુ હસરંગા નંબર વન, આદિલ રાશિદને પણ ફાયદો થયો
બોલરોની વાત કરીએ તો, આદિલ રાશિદે સેમી ફાઈનલ અને ફાઈનલમાં સારું પ્રદર્શન કર્યું હતું. પહેલા તેણે 20 રન આપીને એક ખેલાડીને આઉટ કર્યો, જ્યારે તે પછી તેણે 22 રન આપીને બે ખેલાડીઓને પેવેલિયન મોકલી દીધા હતા. તેથી હવે તે નંબર પાંચમાંથી ત્રીજા નંબર પર આવી ગયો છે. ઈંગ્લેન્ડના સેમ કરનને પણ સારા પ્રદર્શનનો લાભ મળ્યો છે અને તે ત્રણ સ્થાન આગળ પહોંચી ગયો છે. તેણે ફાઇનલમાં 12 રનમાં ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા, તેથી સેમ વર્લ્ડ કપ 2022નો મેન ઓફ ધ પ્લેયર પણ બન્યો છે. આ સાથે જ શ્રીલંકાના વાનિન્દુ હસરાંગા હજુ પણ નંબર વન પર જ છે. આ પછી બીજા નંબર પર અફઘાનિસ્તાનનો રાશિદ ખાન છે. આદિલ રાશિદ હવે ત્રીજા નંબરે પહોંચી ગયો છે.

Most Popular

To Top