તમે ઓનલાઇન (online) છેતરપિંડીના ઘણા કેસો સાંભળ્યા અને જોયા હશે, જેમાં એવું જોવા મળ્યું હશે કે કેટલાક લોકોએ ઓનલાઇન ફોન (MOBILE) ખરીદ્યો હતો પરંતુ જ્યારે તેમનો માલ પહોંચાડવામાં આવે છે ત્યારે બોક્સ ખોલતા કાં તો પત્થર બહાર નીકળ્યો હતો અથવા કંઈક ભારે વસ્તુ. પરંતુ યુનાઇટેડ કિંગડમ(UK)માંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં આ માણસે એક કિલો સફરજન(APPLE)નો ઓર્ડર આપ્યો હતો અને ડિલિવરી સમયે તેને આઇફોન એસ.ઈ. (IPHONE SE) મળ્યો..
એક અંગ્રેજી સમાચાર સંસ્થા અનુસાર, યુકેમાં રહેતા 50 વર્ષીય નિક જેમ્સે ઓનલાઇન ગ્રોસરી વેબસાઇટ ટેસ્કો પરથી સફરજન મંગાવ્યા હતા, ત્યારબાદ નિક ઘરની પાસેના સ્થાનિક સ્ટોર પર ગયો અને તેનો સામાન લેવા પ્રક્રિયા હાથ ધરી. જો કે તે દરમિયાન નિકને કહેવામાં આવ્યું હતું કે તેના સામાન સાથે એક સપ્રાઇઝ બોક્સ પણ આવ્યું છે.
જ્યારે જેમ્સે આ બોક્સ ખોલ્યું ત્યારે તેમાંથી આઇફોન એસઈ પણ નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બોક્સ ખોલતાં જ નિકને જે આનંદ થયો, તેની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો. જેમ્સે ટ્વિટર પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. અને નિક જેમ્સે લખ્યું કે અમે એક સફરજનનો ઓર્ડર મંગાવ્યો અને બદલામાં અમને એક એપલ આઇફોન મળ્યો. તેણે મારા પુત્રનો દિવસ બનાવી દીધો. નિક સાથે થયેલ આ ઘટનામાં સૌથી સારી વાત એ હતી કે તેણે ઓર્ડર કરેલ સફરજન પણ મળ્યા હતા. એટલે કે, તેમની સાથે કોઈ છેતરપિંડી થઈ ન હતી.
આઇફોન કેમ મળ્યો?
નિકે એક અંગ્રેજી અખબારને કહ્યું કે મને લાગ્યું કે તે કદાચ આશ્ચર્યજનક ઇસ્ટર એગ અથવા કંઈક હશે, પરંતુ જ્યારે મેં બોક્સ ખોલ્યું ત્યારે મને આશ્ચર્ય થયું. સમજો કે આ બોક્સ પ્રમોશનલ ઝુંબેશનો એક ભાગ છે. કંપની તેના ગ્રાહકોને વિવિધ ભેટો આપી રહી છે. અન્ય ગ્રાહકોને પણ ઘણી ભેટો મળી છે. કેટલાકને ફિટનેસ બેન્ડ મળે છે અને કેટલાકને વાયરલેસ ઇયરબડ્સ મળે છે. જો કે મારુ નસીબ સારું છે, મને વિશ્વનો સૌથી પ્રખ્યાત આઈફોન મળ્યો.