SURAT

સુરતીઓએ સાવધાન રહેવું પડશે, હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીની સંખ્યા વધવા લાગી

સુરત: (Surat) શહેરમાં કોરોનાની (Corona) ત્રીજી લહેર (Third Wave) બીજી લહેર કરતા પણ વધારે ઘાતક (Dangerous) સાબિત થઈ રહી છે. શહેરમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસ (Case) જે ઝડપે (Speed) વધી રહ્યા છે. તે જોતા ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ હોવાનું તંત્ર દ્વારા જણાવાવમાં આવી રહ્યું છે. અને ત્રીજી લહેરની શરૂઆત સાથે જ રિકવરી રેટમાં પણ ખુબ જ ઝડપી ઘટાડો થઈ રહ્યો છે.

એક સમયે શહેરમાં રિકવરી રેટ 98.5 ટકા પર સ્થિર થઈ ગયો હતો. કારણકે, છેલ્લા 6 માસથી પ્રતિદિન માત્ર પાંચ-છ કેસ જ નોંધાઈ રહ્યા હતા. પરંતુ ત્રીજી લહેરની શરૂઆતની સાથે જ રિકવરી રેટમાં (Recovery Rate) સતત ઘટાડો (Decrease) થઈ રહ્યો છે. કારણકે, પ્રતિદિન નોંધાતા કેસની સામે સાજા થનારા દર્દીઓની (Patient) સંખ્યામાં ખુબ જ તફાવત નોંધાઈ રહ્યો છે. જેથી રિકવરી રેટ માત્ર એક જ અઠવાડિયામાં 98 ટકાથી 95 ટકા પર પહોંચી ચુક્યો છે.

  • 1 જાન્યુઆરીએ રિકવરી રેટ 98.07 ટકા હતો, જે 7 જાન્યુઆરીમાં ઘટીને 95 ટકા પર આવી ગયો.
  • શહેરમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 4156 છે અને તે પૈકી 91 દર્દીઓ હાલ હોસ્પિટલાઈઝ્ડ થયા છે.
  • શહેરમાં સૌથી વધુ કેસ રાંદેર અને અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે.

શહેરમાં કોરોનાની બીજી લહેર પૂર્ણ થયા બાદ, જુન માસથી લઈ ડિસેમ્બર માસ દરમિયાન કોરોનાનું સંક્રમણ કાબુમાં હતું. તહેવારોની ઉજવણી પણ લોકો કરી રહ્યા હતા અને દરેક પ્રસંગોમાં પણ જાણે કોરોનાને ભુલી જઈ ઉજવણી થઈ રહી હતી. નવરાત્રિની પણ સોસાયટીઓમાં સારી રીતે ઉજવણી થઈ હતી. તેમ છતા સંક્રમણ વધ્યું ન હતું. પરંતુ દિવાળી બાદથી જે રીતે સામાજીક પ્રસંગોમાં ભીડ થઈ અને કોરોનાના નવા વેરિયન્ટની વિશ્વમાં એન્ટ્રી થઈ ત્યારબાદથી દેશભરમાં કોરોનાના કેસો ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. શહેરમાં છેલ્લા બે દિવસથી પ્રતિદિન 1000 કેસ નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને 1 જાન્યુઆરીથી કોરોનાના કેસમાં ઝડપી વધારો નોંધાયો છે. અને રિકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

છેલ્લા 8 દિવસના કેસ અને રિકવરી રેટ
તારીખ કેસ રિકવરી રેટ(ટકામાં)

  • 31-12 97 98.20
  • 01-01 156 98.07
  • 02-01 209 97.90
  • 03-01 213 97.73
  • 04-01 415 97.38
  • 05-01 630 96.86
  • 06-01 1105 95.93
  • 07-01 1350 95.03

શુક્રવારે એક જ દિવસમાં 1350 કેસ, શનિવારે અડધા દિવસમાં 700થી વધુ કેસ નોંધાયા

સુરત: સુરતમાં ત્રીજી લહેરમાં કોરોના અટકવાનું નામ લેતો નથી. દિવસેને દિવસે કેસની સંખ્યા વધી જ રહી છે. શનિવારે તો અડધા દિવસમાં જ 700થી વધુ કેસ નોંધાયા છે. આ અગાઉ શુક્રવારે એક જ દિવસમાં સુરતમાં કોરાનાના વધુ 1350 કેસ નોંધાવવાની સાથે કુલ આંક 1,16,460 પર પહોંચ્યો હતો. તેમજ વધુ 248 દર્દીઓ સાજા થવાની સાથે આજ દિન સુધીમાં કુલ 1,10,674 દર્દીઓ સાજા થયા છે. શહેરમાં સૌથી વધુ કેસ રાંદેર અને અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે. શહેરમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 4156 છે અને તે પૈકી 91 દર્દીઓ હાલ હોસ્પિટલાઈઝ્ડ થયા છે. ધીરે ધીરે હોસ્પિટલાઈઝેશન વધતા તંત્રની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે.

અત્રે ઉલ્લખનીય છે કે, શુક્રવારે કુલ 98 વિદ્યાર્થીઓ પૈકી એલ પી ડી સ્કુલ પૂણા (15), અંકુર વિધ્યાલય (14), છત્રપતિ સ્કુલ (9) વિધ્યાર્થીઓ પોઝીટીવ જણાતા શાળાઓ બંધ કરાવવામાં આવી છે. આ સિવાય અન્ય શાળાઓમાં વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતા પી પી સવાણી, જી ડી ગોયન્કા, ગાયત્રી સ્કુલ, લુડ્સ કોન્વેંટ, સુમન સ્કુલ પાંડેસરા, ભગવાન મહાવીર, સેવન્થ ડે સ્કુલ, એસ ડી જૈન કોલેજ, સરસ્વતી સ્કુલ, નવયુ કોલેજ, ડી આર બી કોલેજ, ટી એન્ડ ટી વી, ગુરુકૃપા સ્કુલ તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરાવવામાં આવ્યા છે. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ ૧૦૪૩ જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવ્યુ હતું. દરમિયાન શુક્રવારે પોઝિટિવ આવેલા વ્યક્તિઓ પૈકી ૦2 વ્યક્તિઓ ઇન્ટરનેશનલ (કેનેડા, દુબઈ) ટ્રાવેલ હિસ્ટ્રી છે.

Most Popular

To Top