‘કેરીગાળો’આ શબ્દ દુનિયાની ડિક્શનરીમાં નહિ હોય કે બિનસુરતીઓ પણ આ શબ્દથી અજાણ હોય.કેરીગાળો શબ્દ માત્ર સુરતીઓની ડિક્શનરીમાં જ છે.વૈશાખ મહિનો આવે એટલે કેરીની સીઝન ચાલુ થાય.સુરતીઓ કાચી કેરી લઈ ઘરમાં કુદરતી રીતે એને પકવે.કેરી પાકી ગયા પછી ગળણામાં ગાળી રસ કાઢવામાં આવે.સુરતીઓનાં દરેક ઘરોમાં આ રીતે કેરીનો રસ તૈયાર થતો હોય છે.મૂળ સુરતીઓને ત્યાં કેરીની સીઝનમાં દીકરી-જમાઈને જમવા બોલાવવાનો રિવાજ છે.જમણમાં કેરીનો રસ,સરસિયા ખાજા અને ઇંદડાં હોય.વેજિટેરિયન હોય તો એ મુજબ બીજું મેનુ હોય .સુરતી ખત્રીનો ખાસ કેરીગાળો હોય છે,જેમાં જમણવારમાં ખત્રીનું તપેલું બનાવવામાં આવે છે.એક ખાસ રીતે પિત્તળના તપેલા અને લાકડાના ચૂલા પર બનાવવામાં આવતું નોનવેજને તપેલું કહેવાય છે.તેની સાથે ખીરાવાળી નાની પુરી પીરસવામાં આવે છે,જે કેરીગાળામાં નોનવેજ ખાતા દરેક ખત્રી પરિવારમાં બને છે.સુરતમાં મોટે ભાગે દીકરીઓને ‘ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું’હોવાથી વારે તહેવારે દીકરી-જમાઈને જમવા બોલાવવાનો રિવાજ પણ છે અને વ્યવહાર પણ છે.
સુરત -કિરીટ મેઘાવાલા
સુરતી’ કેરીગાળો’
By
Posted on