સુરતીઓ રમા એકાદશીથી દિવાળીની ઉજવણીની શરૂઆત કરે.આંગણામાં રંગોળી પુરાય,ઘરના ઉંબરે રાત્રે દીવા મુકાય,નાસ્તો બનાવવાની શરૂઆત થાય,નાસ્તામાંથાપડા,સુંવાળી,ગાંઠીયા,ઘુઘરા,ગોબાપુરી,ચોળાફળી,નાનખટઈ વિ.બનાવાય,ધનતેરસના દિવસે ચોપડા લવાય,સત્યનારાયણની કથા થાય,ધનની પૂજા થાય,કાળી ચૌદસના દિવસે રાત્રે કાળી મેંસ પાડવામાં આવે અને ઘરનાં બાળકોને મેંસ આંજવામાં આવે,દિવાળીના દિવસે બપોરે ચોળાની દાળનાં વડાં બનાવાય,સાંજે ચોપડા પૂજન થાય,ફટાકડા ફોડાય,ઘરના આંગણે અને ઉંબરે દીવા મુકાય,ઘરના આંગણે મોડી રાત સુધી રંગોળી પુરાય,નવા વર્ષે સવારે વહેલાં ઊઠવું,સરબત સરબત બૂમો સંભળાય,બરક્તમાં મીઠાની ખરીદી થાય,શુકનમાં દહીં લવાય,કારખાનામાં મુહૂર્ત થાય,ગોળ ધાણા અને શ્રીફળના કોપરાનો પ્રસાદ વહેંચાય,વહેલી સવારે મંદિરમાં જઇ ઇષ્ટદેવતાના આશીર્વાદ લેવાય,ઘરનાં વડીલોના આશીર્વાદ લેવાય,સાથે બોણીની આપ-લે થાય,દીકરીઓ જમાઈ સાથે પિયર જાય,ત્યાં દરિયાઈ મેવાનું જમણ થાય,પહેલાં સુરતી નાસ્તો થાય,ભાઈબીજના દિવસે બહેન ભાઈની પૂજા કરે,ગોદાદરામાં આસપાસ દાદાના મંદિરે દર્શને જાય,ખરવાસામાં તેજાનંદ સ્વામી,હજીરામાં સિંગોતેર માતા,ક્ષેત્રપાળ દાદા,અંબિકાનિકેતનમાં અંબાજીનાં દર્શને લોકો જાય,આમ લાભપાંચમ સુધી તહેવારની ઉજવણી થાય,જલારામ બાપાની સાલગીરી ઉજવાય,ધીમે ધીમે ધંધાપાણી ચાલુ થાય,ત્યાં દેવદિવાળીએ તુલસીવિવાહ ઉજવાય,પૂનમે લોકો ઉનાઈ,મહાલક્ષ્મીની જાત્રાએ જાય, અંતે રંગેચંગે દિવાળી પર્વ પૂર્ણ થાય.
સુરત – કિરીટ મેઘાવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.