SURAT

30 દિવસમાં 40 બોટલ લોહી ચઢાવવા છતાં સુરતના યુવકનું મોત થયું, પરિવારે કર્યું આવું ઉમદા કાર્ય

સુરત: સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા એક યુવકની પેટની બિમારીના લીધે એક મહિના સુધી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન યુવકને 30 દિવસમાં 40 બોટલ લોહી ચઢાવવામાં આવ્યું હતું છતાં તે યુવકને બચાવી શકાયો નહોતો. તેનું મૃત્યુ થયું હતું. આ વિકટ સમયમાં જે લોકોએ યુવકના જીવને બચાવવા માટે લોહીનું દાન કર્યું હતું તેઓનું ઋણ ઉતારવાના હેતુથી મૃતકના જન્મદિવસે તેના પરિવારજનોએ ઉમદા કાર્ય કર્યું હતું. યુવકના જન્મદિવસે પરિવારજનોએ બ્લેડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું.

બેગમપુરાના યુવકનું અવસાન થયા બાદ તેના જન્મદિવસ પર રાખવામાં આવેલા રક્તદાન કેમ્પમાં 68 યુનિટ રક્ત એકત્ર થયું હતું. યુવક બીમાર હતો ત્યારે તેને 30 દિવસમાં 40 યુનિટ રક્ત આપવામાં આવ્યું હતું, છતાં તે બચ્યો ન હતો. તેના માનમાં પરિવારજનોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર બેગમપુરામાં ચુડિયાકુઈ વિસ્તારમાં રહેતો પરિમલ ઉત્તમભાઈ સોલંકી (ઉં.વ.35) યાર્નની પેઢીમાં કલેક્શનનું કામ કરતો હતો. પેટની બીમારીના કારણે 1 જાન્યુઆરીના રોજ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 30 દિવસ સુધી તેની સારવાર ચાલી હતી. પરંતુ 31મી જાન્યુઆરીના રોજ તેનું અવસાન થયું હતું.

30 દિવસમાં 40 યુનિટ રક્તની જરૂરત પડી હતી. જે પરિવારજનોએ મેનેજ કરી હતી. પરંતુ ત્યાર બાદ પણ પરિમલ સોલંકીનો જીવ બચ્યો ન હતો. તેથી પરિવારજનોએ નક્કી કર્યું કે તેને રક્ત મળ્યું છે એ કોઈપણ રીતે સંસ્થાઓને પરત આપવાના છે. બીજી તરફ એવું કાંઈ કાર્ય કરવાનું કે પરિમલનું માન જળવાઈ રહે અને તેની આત્માને શાંતિ મળે.

શુક્રવારે 17મી માર્ચના રોજ પરિમલનો જન્મદિવસ હતો. આથી પરિવારને નક્કી કર્યુ કે તેના માનમાં તેના જન્મદિવસ પર રક્તદાન કેમ્પનું આયોજન કરીએ. બેગમપુરામાં જ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 68 યુનિટ રક્ત એકત્ર થયું હતું.

સુરતના સૌથી વધુ વયસ્ક મનાતા ગંગાબાનું 108 વર્ષે નિધન થતાં ડીજે સાથે વિદાય
સુરત અડાજણ ગામના 108 વર્ષના ગંગાબા વિઠ્ઠલભાઇ પટેલ શનિવારના રોજ દેવલોક થયા હતા. કડવા પટેલ સમાજની સાત પેઢી જોનારા આ વયસ્ક મહિલા ગંગાબાની અંતિમ ક્રિયા રવિવારના રોજ ડીજે અને મશાલ રેલી સાથે કાઢવામાં આવી હતી. તેમાં સ્ત્રી અને પુરુષો તમામ લોકોએ ભાગ લીધો હતો. તેમની વિદાયને હસતા મોઢે પટેલ સમાજ દ્વારા કાઢવામાં આવી હતી.

ગંગાબાના પતિ વિઠ્ઠલભાઇ પટેલ પણ 106 વર્ષની વયે દેવલોક થયા હતા. તેઓની અંતિમ ક્રિયા પણ ડીજે સાથે કાઢવામાં આવી હતી. ગંગાબાની અંતિમયાત્રામાં બે હજાર લોકો જો઼ડાયા હતા. સુરતમાં 108 વર્ષના સૌથી વધુ ઉંમર ધરાવવાનુ ગૌરવ ગંગાબા પાસે હતું. શનિવારે ટુંકી માંદગી બાદ તેઓનું મૃત્યુ થયું હતુ.

તેઓ છેલ્લા વર્ષોમાં સભાન અવસ્થામાં હતા તથા તમામ લોકોને ઓળખતા પણ હતા. સાંસદ દર્શના જરદોષ અને પશ્વિમ વિઘાનસભા મતવિસ્તારના પૂર્ણેશ મોદી ચૂંટણી ટાંકણે તેમના પ્રચારની શરૂઆત ગંગાબાના આશીર્વાદ લઇને જ કરતા હતા.

Most Popular

To Top