સુરત : (Surat) પ્રોફેસર (Professor ) તરીકે ફરજ બજાવતી એક મહિલાને (Women) ઓનલાઇન ટિફિન સર્વિસની (Online tiffin service ) તપાસ કરવાનું ભારે પડ્યું હતું. ટેક્ષી ડ્રાઇવરે (Taxi Driver) મહિલા પ્રોફેસરનો મોબાઇલ નંબર મેળવીને બીજા નંબર ઉપરથી ફોન કરી વીડિયો કોલ (Video Call) કર્યો હતો અને મહિલા પ્રોફેસરને સીધો જ પ્રાઇવેટ પાર્ટ (Private part ) બતાવી દેવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ (Cyber Crime) પોલીસે આ ટેક્ષી ડ્રાઇવરની ધરપકડ (Arrest) કરી વધુ પુછપરછ શરૂ કરી છે.
- મહિલા પ્રોફેસરને ઓનલાઈન ટિફીન સર્વિસ શરૂ કરવાનું ભારે પડ્યું, ડિસ્પ્લે ફોટો જોઈ ટેક્ષી ડ્રાઈવરે વિકૃતિ આચરી
- ટેક્ષી ડ્રાઈવરે વીડિયો કોલ કરી સીધી જ ગંદી હરકત કરતા મહિલા પ્રોફેસર હેબતાઈ ગયા
- પાલ ગૌરવપથ રોડ પર રહેતા ટેક્ષી ડ્રાઈવર અક્ષય પઢારીયાની ધરપકડ કરાઈ
પ્રોફેસરે ટિફિન સર્વિસ માટે વાત કર્યા બાદ ટેક્ષી ડ્રાઇવરે નંબર મેળવીને બીજા મોબાઇલથી વીડિયો કોલ કર્યો અને સીધો જ નગ્ન થઇ ગયો
સાયબર ક્રાઇમ પોલીસના જણાવ્યા પ્રમાણે શહેરમાં રહેતી અને પ્રોફેસર તરીકે જોબ કરતી મહિલાએ ઘરે દરરોજ ટીફીન મંગાવવા માટે ઓનલાઇન સર્ચીંગ કર્યું હતું. આ દરમિયાન કિરણ ટિફિન સર્વિસના સારા વ્યુ મળ્યા હતા. આ પ્રોફેસરે તેમાંથી ઓનલાઇન નંબર મેળવીને મેસેજ ઉપર જ વાત કરી હતી. મહિલા પ્રોફેસરે ટીફીનમાં કઇ-કઇ વસ્તુ મળે, કયા સમયે મળશે અને તેના ભાવ વિશેની વિગતો મળી હતી. થોડા સમય માટે થયેલી વાતચીત બાદ મહિલા પ્રોફેસરનો નંબર અડાજણ ગૌરવપથ રોડ ઉપર સિદ્ધિવિનાયક હાઇટ્સમાં રહેતા અને ટેક્સી ડ્રાઇવિંગનું કામ કરતા અક્ષય ભરતભાઇ પઢારીયાએ લઇ લીધો હતો.
અક્ષયએ પ્રોફેસરનો નંબર સેવ કરીને ડિસ્પ્લે (Display) ઉપર તેનો ફોટો (Photo) જોયો હતો. ત્યારબાદ અક્ષયએ અચાનક જ વ્હોટ્સએપમાં (Whats app) વીડિયો કોલ કરી દીધો હતો. કામમાં વ્યસ્ત મહિલા પ્રોફેસરે ફોન ઊંચકી લીધો હતો અને સામે અક્ષયએ પોતાનું ગુપ્તાંગ બતાવી દીધું હતું. આ વીડિયોને જોઇને થોડા સમય માટે મહિલા પ્રોફેસર હેબતાઇ ગયા હતા અને તેઓએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ ગુનાના આધારે અક્ષયની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.