SURAT

‘તેરા ડિવોર્સ હો ગયા હૈ તો મેરે સાથ ફ્રેન્ડશીપ કર લે’: પહેલાં પતિનો મિત્ર મહિલાની પાછળ પડી ગયો

સુરત(Surat) : અડાજણ ખાતે રહેતી પરિણીતાને (Married Women) તેના પહેલા પતિનો (Ex Husband) મિત્ર (Friend) ફોન (Phone) કરીને પરેશાન કરતા તેને બ્લોક (Block) કરી દીધો હતો. જેથી તેણે પરિણીતાના પતિ સાથેના ફોટો પર બિભત્સ વોઈસ ક્લીપ અને વિડીયો (Video) બનાવી તેના પતિ અને સંબંધીને વોટ્સએપ કર્યા હતા. અડાજણ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી હતી.

  • પરિણીતા તાબે નહીં થતાં પહેલા પતિના મિત્રએ બિભત્સ ફોટા બનાવી ફરતા કર્યા
  • ફોન કરી પરેશાન કરતાં પરિણીતાએ નંબર બ્લોક કરી દીધો તો ફેસબુક પરથી પતિ સાથેના ફોટા પરથી અશ્લિલ વિડીયો બનાવી ફરતો કર્યો
  • અડાજણ પોલીસે ભરતસિંગ ઉર્ફે જશપાલસિંગની વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

અડાજણ ખાતે પાલનપુર કેનાલ રોડ પર આવેલા રો હાઉસમાં રહેતી 32 વર્ષીય આરતી (નામ બદલ્યું છે)એ અડાજણ પોલીસ સ્ટેશનમાં ભરતસિંગ ઉર્ફે જશપાલસિંગની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરતીબેનના પતિ ટેક્સટાઈલ માર્કેટમાં આવેલી દુકનમાં નોકરી કરે છે. આરતીના પહેલા લગ્ન વર્ષ 2007માં રાજસ્થાન ખાતે થયા હતા. વર્ષ 2020માં પતિ સાથે છુટાછેડા થયા હતા. અને 2021માં બીજા લગ્ન થયા હતા. દશેક મહિના પહેલા આરતીના પહેલા પતિ સાથે કામ કરતા ભરતસિંગે ફોન કરીને આરતીને ‘તેરા ડિવોર્સ હો ગયા હૈ તો મેરે સાથ ફ્રેન્ડશીપ કર લો તું મેરે કો અચ્છી લગતી હેં’ કહ્યું હતું. જેથી આરતીએ ફોન કાપી નાખ્યો હતો.

ત્યારપછી વારંવાર ફોન કરીને આરતીને ગાળો આપતો હતો. આરતીએ મોબાઈલ નંબર બ્લોક કરતા બીજા નંબર પરથી ફોન કરતો હતો. ઘણી વખત આરતીના તો ક્યારેક આરતીના પતિના ફોન પર વિડીયો કોલ કરી પરેશાન કરતો હતો. પરંતુ તેના ફોન લેવાનું બંધ કરતા તેને આરતીના ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાંથી તેના પતિ સાથેના ફોટો કોપી કરીને બિભત્સ વોઈસ ક્લીપ તથા અશ્લીલ વિડીયો બનાવ્યા હતા અને આરતીના પતિ, સગાસંબંધી અને સમાજના લોકોને વોટ્સએપ ઉપર મોકલી આરતીને બદનામ કરી હતી. અડાજણ પોલીસે તેની સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top