સુરત: સુરતમાં (Surat) એક મહિલાનું મોત H3N2 વાયરસના ((H3N2 Virus)) કારણે થયું હોવાની શંકા ઉપજી રહી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય મહિલાને શરદી (Cold), ઉધરસ તથા કફ (Cough) હોવાથી તેની સારવાર ચાલી રહી હતી, જેમાં સારવાર દરમિયાન મહિલાનું મોત (Death) નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. દેશમાં ફેલાય રહેલા H3N2 વાયરસના લક્ષણો મહિલામાં જણાઈ આવતા મોત પાછશ શંકા ઉપજી રહી છે. જો કે આ અંગે મહિલાના મોતનું કારણ જાણવા માટે જરૂરી સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મહિલાના રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.
દેશમાં કોરોના બાદ H3N2 વાયરસ લોકોમાં ગભરાટ ફેલાવી રહ્યો છે. આ અંગે ભારતીય આરોગ્ય મંત્રાલય દ્વારા જરૂરી ગાઈડલાઈન્સ પણ બહાર પાડી છે. આ વાયરસ પણ કોરોના જેટલો જોખમી હોવાનું જણાઈ રહ્યું છે. દેશમાં સત્તાવાર H3N2થી બેના મોત થયા છે. ત્યારે હવે સુરતમાં પણ મહિલાના મોતની પાછળ H3N2 વાયરસ હોવાની શંકા ઉદભવી રહી છે. માહિતી અનુસાર સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.
શરદી, ઉધરસ અને કફની સારવાર દરમિયાન મહિલાનું મોત
મળતી માહિતી અનુસાર મૂળ ભાવનદરની વતની અને હાલ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય મહિલા છેલ્લા ચાર-પાંચ દિવસથી શરદી, ઉધરસ અને કફની બીમારીથી પીડાતા હતી. જેથી મહિલાને સ્થાનિક વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તબિયત વધુ લથડતા મહિલાને પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી અન્ય એક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું.
મહિલાના બ્લડ સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા
દેશભરમાં હાલ H3N2થી સંક્રમિત વ્યક્તિઓમાં પણ શરદી, ઉધરસ, કફ સહિતના લક્ષણો જોવા મળી રહ્યા છે. ત્યારે આ કેસમાં પણ મહિલામાં આ જ પ્રકારના લક્ષણો જોવા મળ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર મહિલાનું અચાનક જ મોત નિપજ્યું હતું, પરિણીતાના મોતનું કારણ જાણવા માટે મેડિકલ ટીમ દ્વારા જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે, તેમજ તપાસ માટે ગાંધીનગર લેબોરેટરી મોકલવામાં આવ્યા છે. ત્યારે હવે મહિલાનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.
ભારતમાં ઈન્ફ્લૂએન્ઝા H3N2ના (Influenza H3N2) કારણે 2 લોકોના મોત થયા છે. હરિયાણા અને કર્ણાટકમાંથી ઈન્ફ્લૂએન્ઝા H3N2ના કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કર્ણાટકનાં દર્દીને તાવ, ગળામં ઈન્ફેકશન, ઉધરસ જેવા ગંભીર લક્ષણો નોંધાયા હતા. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ H3N2 ઇન્ફ્લૂએન્ઝા વાયરસનું જોખમ જોવા મળી રહ્યું છે. માહિતી અનુસાર રાજ્યમાં એન્ટીબાયોટીક અને એન્ટીએલર્જિક દવાનું પ્રમાણ એકાએક વધી જતાં તંત્ર પણ ચિંતિત બન્યું છે.