સુરત: (Surat) સચીન જીઆઇડીસીમાં (Sachin GIDC) ઘર નજીક જ રહેતો અને કાકાને મળવા માટે ગયેલો 40 વર્ષિય ભત્રીજો યુ.પી.માં રહેતી પત્ની સાથે ફોન ઉપર વાત કરતા સમયે ચોથા માળની ગેલેરીમાંથી અકસ્માતે નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મુળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાનો વતની અને હાલ સચીન જીઆઇડીસી શિવનગરમાં રહેતો રમેશ જગન્નાથ નિસાદ (ઉ.વ.40) ગઇકાલે સાંજે સચીન જીઆઇડીસીમાં જ આવેલી શિવાંજલી સોસાયટીમાં રહેતા તેના કાકાને (Uncle) મળવા માટે ગયો હતો. શિવનગરની એક ચાળમાં ચોથા માળે રહેતા કાકાના ઘરે રાત્રિના સમયે ગેલેરીમાં બેસીને રમેશ નિસાદ યુ.પી.માં રહેતી પત્ની (Wife) સાથે વાત કરતો હતો. તે સમયે અકસ્માતે ગેલેરી ઉપરથી બેલેન્સ ગુમાવતા ચોથા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર ઇજાને પગલે તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સચીન જીઆઇડીસી પોલીસે (Police) નોંધ લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ધો.10ની ઉત્તરવહી તપાસવામાં છબરડા કરનારા 24 ઠોઠ શિક્ષકને રૂ. 100થી 1,000 સુધીનો દંડ કરાયો
સુરત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષા લેવાય હતી. જેમાં 24 શિક્ષકે ઉત્તરવહી તપાસવામાં એકથી 10 માર્ક્સ સુધીની ભૂલ કરી હતી. જેથી શિક્ષણ બોર્ડે 24 શિક્ષકને નોટીસ આપવાની સાથે રૂ. 100થી 1,000 સુધીનો દંડ કર્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા લેવામાં આવતી ધોરણ-10ની પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી કરતા શિક્ષકોએ આન્સરશીટ એસેસમેન્ટમાં છબરડા વાળયા હતા. આમ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેંડા કરનારા શિક્ષકો સામે શિક્ષણ બોર્ડની કચેરી દ્વારા દંડનાત્મક કાર્યવાહી કરાઈ હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ-2022માં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં સુરત જિલ્લાના 24 સ્કૂલના 24 શિક્ષકોએ 1થી 10 માર્ક્સ સુધીની ભૂલ કરી હતી. જે બાબતે શિક્ષણ બોર્ડને ધ્યાને આવતા જ તાકિદે સુધારી દેવાય હતી. ત્યાર બાદ શિક્ષણ બોર્ડે 24 શિક્ષકોને નોટીસ આપી હતી. એટલું જ નહીં, રૂ. 100થી લઇને રૂ. 1,000 સુધીનો દંડ કર્યો હતો. સૂત્રોએ એવું જણાવ્યું હતું કે કુલ 24 સ્કૂલના 24 શિક્ષકને રૂ. 6,350 દંડ કરવામાં આવ્યો છે. 10 કે તે કરતા વધારે માર્ક્સની ભૂલો કરતા શિક્ષકોને અગામી દિવસોમાં શિક્ષણ બોર્ડ બોલાવી શકે છે.