SURAT

‘હું તારા પતિની આશિક છું, તેને લવ કરું છું’, સુરતમાં બન્યો વિચિત્ર કિસ્સો

સુરત(Surat) : ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પત્નીની (Wife) આઇડી પર ‘તારા પતિની હું આશિક છું’ કહીને રંજાડનાર વિરૂદ્ધ ખટોદરા પોલીસ (Police) મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે કરણમાર નવીનભાઇ પંડ્યા (ઉ. વર્ષ 24 રહેવાસી બી કે પાર્ક , અલથાણ રોડ, ભટાર) દ્વારા ઇન્સ્ટાગ્રામ પર તેમની પત્નીને કોઇ અજાણ્યા ઇસમ દ્વારા પોતાને જાનકી બતાવીને ‘તારા પતિને હું લવ કરૂ છું’ એમ કહીને રંજાડવાનું શરૂ કર્યુ હતું. આ ઉપરાંત ‘તારા પતિ સાથે 3 વર્ષથી મારા સબંધ છે.’ તેના બોગસ પૂરાવા ઇન્સ્ટાગ્રામ આઇડી પર રજૂ કર્યા હતા. જાનકી નામની આઇડી પરથી આ મેસેજ આવતા હતા. દરમિયાન આ મામલે કરણ પંડ્યાના પત્ની ઇશીતાબેન દ્વારા કોઇ દાદ નહી માંગવામાં આવતા તેઓનો ફોન પર તથા કરણના ફોન પર ‘તમે છોકરી સપ્લાય કરો છો’ કહીને મેસેજ આવવાના શરૂ થયા હતા. આ ઉપરાંત કરણ પર પણ મેસેજ આવવાનું શરૂ થયું હતું. આ પ્રકારે પ્રતિ દિન નવા મેસેજ મોકલી હેરાન કરનાર દંપતિએ કંટાળીને ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.

પત્નીને ચા બનાવવામાં મોડું થતા પતિએ આપઘાત કરી લીધો
સુરત : ડિંડોલી વિસ્તારમાં રહેતા 65 વર્ષિય આધેડે પત્નીને ચા બનાવવાનું કહ્યા બાદ ચા બનાવતા મોડુ થયું હતું. જેને પગલે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા પતિએ માઠું લગાડી ફાંસો ખાઇ લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ડિંડોલી માધવ કોમ્પલેક્ષ પાસે આવેલી શ્રધ્ધા સોસાયટીમાં રહેતા અને મુળ મહારાષ્ટ્રના વતની બંસીલાલ આનંદભાઇ સોનવણે (ઉ.વ.65)એ ગઇકાલે મોડી સાંજે ફાંસો ખાધો હતો. બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, બંસીલાલે તેમના પત્ની મંગલાબેનને ચા બનાવવાનું કહ્યું હતું. જોકે ચા બનતા થોડુ મોડુ થતા પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને પગલે બંસીલાલે અંતિમ પગલું ભરી લીધું હતું. વધુમાં બંસીલાલ સોનવણે સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. તેમને બે પુત્રો છે. બંને પુત્રો હીરાનું કામ કરે છે. બનાવ અંગે ડિંડોલી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top