SURAT

સુરતમાં પાણી નેટવર્કની કામગીરીને કારણે સેન્ટ્રલ ઝોનના આ રસ્તાઓ 10 ફેબ્રુઆરી સુધી બંધ

સુરત: (Surat) સેન્ટ્રલ ઝોનમાંમાં વરસો જુના પાણી નેટવર્કને (Network) બદલવાનુ કામ અંતિમ તબક્કામાં છે. હાલમાં વિવિધ જગ્યાએ પાણી વિભાગ (Water Department) દ્વારા કામ ચાલી રહયા હોય, જે રસ્તા (Roads) પર કામ ચાલુ હોય તે રસ્તા તબક્કાવાર બંધ રાખવામાં આવી રહયા છે. જેના ભાગ રૂપે ગોપીપુરા અને શાહપોરના અમુક રસ્તાઓ 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે તે માટેની જાહેરાત પાલિકા તંત્રએ કરી દીધી છે. જયારે 25 તારીખથી કૈલાસ નગર વિસ્તારના. વિજય વલ્લભ ચોક-મજુરાગેટ-રીંગરોડ પર મહાદેવ નગર ગેટ સુધીનો રોડ પર એક તરફી 10 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાની જાહેરાત કરી દેવાઇ છો.

વિસ્તૃત વિગતો મુજબ પાણી નેટવર્કના નવિનીકરણના પ્રોજેકટના ભાગ રૂપે કોટ વિસ્તારમાં પાણીની લાઈન રીહેબીલીટેશનની કામગીરી થઈ રહી છે. તેથી શાહપોર-નાણાવટ ડી.એમ.એ.માં પારસી જનરલ હોસ્પિટલ થી ચિંતામણી દેરાસર સુધીના મેઈન રોડ પર તથા ગોપીપુરા ડી.એમ.એ.માં અંબાજી રોડ પર ખંભાતી ના ખાંચા જંકશનથી ખાંડવાલા શેરીના જંકશન સુધીના વિસ્તારમાં લાઈન તથા તેના પરથી હાઉસ હોલ્ડ કનેકશન આપવાની અગત્યની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના કારણે આ કામગીરી દરમિયાન આ વિસ્તારમાં વાહન વ્યહાર પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.

ઉપરાંત સેન્ટ્રલ ઝોનના કૈલાસ નગર તરફ વિજય વલ્લભ ચોક-મજુરાગેટ-રીંગરોડ પર મહાદેવ નગર ગેટ સુધીના મેઈન રોડ પર એક તરફે બંધ રાખવામાં આવશે. આ કામગીરી 10 ફેબ્રુઆરીના સુધી ચાલે તેવી શક્યતા હોવાથી આ દિવસો દરમિયાન આ રસ્તા પરથી વાહન વ્યવહાર અને રાહદારીઓને પસાર થવા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. આ કામગીરી ત્રણ તબક્કામાં કરવામાં આવશે જેમાં પહેલા તબક્કામાં વિજય વલ્લભ ચોકથી સુપર સ્કેન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ સુધી, શારદા હોસ્પિટલ અને સુપર સ્કેન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ થી વાંકાવાળા ચિલ્ડ્રન હોસ્પિટલ સુધી એને વાંકાવાળા ચિલ્ડ્રન હોસ્પિટલ થી મજુરાગેટ કૈલાશનગર સુધી એમ ત્રણ તબક્કામાં કામગીરી કરાશે.

Most Popular

To Top