Business

સુરતમાં તા. 3 અને 4 ફેબ્રુઆરીએ આ ચાર ઝોનમાં પાણી પુરવઠો ખોરવાશે

સુરત: સરથાણા (Sarthana) વિસ્તારમાં આવેલ વાલક ઈન્ટેકવેલથી ડિંડોલી (Dindoli) વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી રો-વોટરની પાઈપલાઈનમાં લક્ષ્મીનગર-2 સોસાયટીના ગેટ પાસે સરથાણા અને સીમાડા જળવિતરણ મથકની સામે વ્રજચોક ખાડી પાસે લીકેજ રીપેરિંગ તેમજ ડિંડોલી જળવિતરણ મથક પાસે વાલ્વ બદલવાની કામગીરી મનપાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા કરવામાં આવશે. તે સાથે જ ગોડાદરા વિસ્તારમાં ટાંકી ભરતી લાઈન પર પણ કામગીરી કરવાની હોય તા. 3 અને 4 ફેબ્રુઆરીના દિવસે સરથાણા, વરાછા, લિંબાયત અને ઉધના ઝોનમાં પાણી પુરવઠો બંધ રહેશે. સવારે 8 વાગ્યાથી આપવામાં આવતો પાણી પુરવઠો બંધ રહેશે. જેથી આ ચારેય ઝોનના લોકોને પાણી ભરી રાખવા મનપા દ્વારા અપીલ કરાઈ છે.

કયા કયા વિસ્તારો અસરમાં આવશે?
સરથાણા ઝોનમાં સીમાડા, સરથાણા અને પુણા પૈકીનો મુખ્યત્વે લક્ષ્મીનગર, આદર્શનગર, યોગીચોક, વીટીનગર, આનંદપાર્ક, શાંતિવન, પુરષોત્તમનગર, સી.એચ. પાર્ક,લક્ષ્મીનગર 1 અને 2, સિંહ સર્કલ તેમજ યોગીચોક વિગેરે તથા તેની આસપાસની સોસાયટીને લાગુ વિસ્તારો. વરાછા ઝોનમાં મગોબ, પુણા પૈકીનો મુખ્યત્વે માતૃશકિત, નંદનવન, હસ્તિનાપુર, કિરણપાર્ક, શાંતિનિકેતન, મુકિતધામ, ભૈયાનગર, સીતાનગર વગેરે તથા તેની આસપાસની સોસાયટી લાગુ વિસ્તારો. લિંબાયત ઝોનમાં ગોડાદરા, પરવત, ડિંડોલી ગામતળ વિસ્તારમાં મુખ્યત્વે આસપાસનગર, માધવબાગ, ગુરૂનગર, સુમનપ્રભાત, સમનપ્રહાર, સુમન સંગત તથા ખોડીયારનગર, પટેલનગર, મહારાણા પ્રતાપ, પ્રિયંકા, નિલકંઠનગર, ઉમીયાનગર, પુરૂષોત્તમનગર, ચંદ્રલોક સોસાયટી, ભકિત નગર, મહાદેવ નગર, ડી.કે.નગર, નંદનવન, પ્રિયંકા સીટી પ્લસ, જે.બી.નગર, લક્ષ્મી પાર્ક, ગાયત્રી, શિવ દર્શન, ખોડીયાર નગર, સંતોષી નગર, પ્રિયંકા નગર, જીતેષ પાર્ક, શિવ સાંઈ શકિત, શ્રધ્ધા સોસાયટી, સહજાનંદ સોસાયટી, ઓમ સાંઈ શકિત, ચિત્રકુટ સોસાયટી, હસ્તિનગર, હાઈરાઈઝ શુભ વાટીકા, ઓમનગર, અંબિકા, માં કૃપા, તિરૂપતિ,મિલેનીયમ પાર્ક, મહાદેવનગર, લક્ષ્મી નારાયણ, શ્રી સાંઈ નગર, હરિધ્વાર, મંગલદીપ, ગંગા સાગર, અયોધ્યા, અંબિકા, યોગેશ્વરપાર્ક, રામીપાર્ક, અંબિકાપાર્ક, મીરાનગર, ગોવર્ધન, ભુવનેશ્વરી, મોદી એસ્ટેટ, મૌર્યનગર, માનસી રેસિડેન્સી વિગેરે તથા તેની આસપાસની સોસાયટી લાગુ વિસ્તારો, ઉધના ઝોનમાં આવતા ઉનગામ, તિરૂપતી નગર, તિરૂપતી બાલાજી ટાઉનશીપ, ગભેણી ગામ તથા આજુબાજુનો વિસ્તાર, ભીંડીબજાર, બુડિયા ગામ, જીઆવ ગામ, ભેસ્તાન 115 આવાસ, ઉમ્મીદનગર, ડુંડી, દિપલી ગામ, વડોદ, સુખીનગર, આનંદો હોમ્સ, બમરોલી ગામ, રામેશ્વર ગ્રીન, મરાઠા નગર વિગેરે તથા તેની આસપાસની સોસાયટી લાગુ વિસ્તારો અસરમાં આવશે.

Most Popular

To Top