સુરત: સુરત (Surat) વેડ-ડભોલી ચાર રસ્તા પર કરિયાણાની દુકાન સામે અપશબ્દો બોલાનારા તત્વોને ઠપકો આપનાર કરિયાણાના વેપારીને દુકાનમાં ઘુસી ફટકારાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ બચાવવા આવેલા દુકાનદારના પરિવારને પણ માર મારી અસામાજિકતત્વોએ દુકાનમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થઈ જતા પોલીસે (Police) વધુ તપાસ હાથ ધરી છે.
સુનિલ પટેલ (વેપારીનો પુત્ર) એ જણાવ્યું હતું કે ઘટના બુધવારની રાત્રે 10:15 ની હતી. વેડરોડ ગોવિંદ નગરમાં તેઓ ગાયત્રી કરિયાણા સ્ટોર ચલાવે છે. અચાનક આ વિસ્તારના કેટલાક 10-12 જેટલા અસામાજિક તત્વોએ દુકાનમાં ઘુસી તોડફોડ કરી માતા-પિતા સહિત ત્રણને જાહેરમાં ફટકાર્યા હતા. એટલું જ નહીં પણ અપશબ્દો બોલવાની ના પાડતા હુમલો કરાયો હતો
વધુમાં જણાવ્યું હતું કે દુકાન બંધ કરવાનો સમય હતો. માતા ઘર આંગણે બેઠા હતા. હુમલાખોરો દારૂના નશામાં ગાળા ગાળી કરી રહ્યા હતા. આ બાબતે બસ ઠપકો આપતા ખુલ્લી દાદાગીરી પર ઉતરી પડ્યા હતા. કઈ બોલીએ એ પહેલાં દુકાનમાં ઘુસી ને બધા ને જ ઢીકક મુક્કાનો માર મારી કાચનો સામાન તોડી નાખ્યો હતો. મદદ માટે પોલીસને ફોન કરતા જ તમામ ભાગી ગયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે ઘટના બાદ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતા પોલીસે ફરિયાદ પણ લીધી ન હતી. ઘટના ને લગભગ 20 કલાક થઈ ગયા છે. આખી ઘટના CCTV કેમેરામાં કેદ છે. હુમલાખોરો પૈકી એક ઉધનાનો હર્ષલ પાટીલ હોવાની ઓળખ થઈ છે. એટલું જ નહીં પણ રહેવાનું ઉધનામાં અને બેઠક વેડરોડ પર છે. બધા જ દારૂના નશામાં હતા. બસ પોલીસ ન્યાય આપે એવી અપેક્ષા છે.