સુરત: (Surat) વરાછા વિસ્તારમાં પોલીસ સ્ટેશન (Police Station) પાછળ એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ વિચિત્ર અકસ્માતમાં સાઇકલવાળા સાથે અથડાયા બાદ બાઇક સવારનું મોત નિપજ્યું હતું. સાઈકલ અથડાતા બાઈક (Bike) સવારને માથા અને મોઢાના ભાગે ગંબીર ઈજાઓ થઈ હતી. હોસ્પિટલ લઈ જવાતા સ્થળ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
- વરાછામાં વિચિત્ર અકસ્માત બાઇકર સાઇકલવાળાને અથડાતા થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઇકરનું મોત
- સાઇકલ અથડાવાથી થયેલા અકસ્માતમાં બિરાજને માથાના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી
- બિરાજને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તબીબે મૃત જાહેર કર્યો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વરાછા ત્રિકમનગર સોસાયટી ખાતે રહેતા બીરાજ બીપીન સુતરીયા (21 વર્ષ) ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પરિવાર સાથે રહેતો બીરાજ શુક્રવારે રાત્રે વરાછા પોલીસ સ્ટેશન પાછળ શ્યામ નગરની વાડી નજીકથી બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો. તે સમયે બેદરકારીથી સાઇકલ ચલાવીને આવતો યુવક બીરાજની બાઇકને અથડાયો હતો. સાઇકલ અથડાવાથી થયેલા અકસ્માતમાં બિરાને માથાના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.
તેના કાકા રાજુ બિરાજને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. આ કેસમાં પોલીસ પણ દુવિધામાં છે કે કઈ કલમ હેઠળ ગુનો દાખલ કરવો કારણ કે સાઇકલ ચલાવનાર યુવક બેદરકારીથી સાઈકલ ચલાવીને આવતો હતો. તેમાં સાઈકલવાળા વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ હેઠળ ગુનો પણ દાખલ શકે નહીં. તેથી હાલ તો પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
સાદકપોરમાં વાહન ચાલકે અડફેટે લેતા 70 વર્ષીય વૃધ્ધનું મોત
ઘેજ : ચીખલી તાલુકાના સાદકપોરમાં અજાણ્યા વાહન ચાલકે અડફટે લેતા સ્થાનિક 70 વર્ષીય વૃધ્ધનું મોત નીપજ્યું હતું. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ શનિવારના રોજ સવારના સમયે ચીખલી-ફડવેલ માર્ગ સાદકપોરના ત્રીજા માઇલ પાસે ક્રોસ કરતી વખતે ભુલાભાઇ ભાણાભાઇ પટેલ (ઉ.વ. 70 સાદકપોર વાડી ફળિયા તા. ચીખલી)ને કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફટે લેતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મરનારના પુત્ર સંજય ભુલાભાઇ પટેલે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.