SURAT

સરથાણા ખાતે સુખરામ જ્વેલર્સમાં લૂંટ તથા ખંડણીના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરનારા આ રીતે ઝડપાયા

સુરત: (Surat) સરથાણા ખાતે રાયઝોન પ્લાઝામાં આવેલા સુખરામ જ્વેલર્સમાં (Sukharam Jewelers) લૂંટ (Loot) તથા ખંડણીના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરિંગ (Firing) કરનાર આરોપીઓને ક્રાઈમ બ્રાંચે (Crime Branch) લસકાણા ખેતલાઆપા ટી સ્ટોલ પાસેથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ (Accuse) વધુ એક ગુનાને અંજામ આપવાના પ્લાનીંગ માટે ભેગા થયા હતા.

સરથાણા ખાતે રાઈઝોન પ્લાઝામાં કલ્પેશભાઈ કાનજીભાઈ ધકાણ સુખરામ જ્વેલર્સ ચલાવે છે. ગત 11 તારીખે જ્વેલર્સના કાચ ઉપર મોઢે માસ્ક પહેરીને આવેલા એક અજાણ્યાએ પોતાની પાસે રહેલી પિસ્ટલ જેવા હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું. સરથાણા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ પણ બનાવના દિવસે સ્થળ પર પહોંચી ગઈ હતી. ક્રાઈમ બ્રાંચને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મિહીર ડોબરીયા નામના વ્યક્તિએ તેના સાગરીતો સાથે મળી ગુનાને અંજામ આપ્યો હતો. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે મિહીર કોઈ ગુનાને અંજામ આપવા આજે લસકાણા ખેતલાઆપા ટી સેન્ટરની બાજુમાં તેના સાગરીતો સાથે ભેગા થનાર છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચ પોલીસે મિહિર શૈલેષભાઇ ડોબરીયા (ઉ.વ.20, રહે. રામકૃષ્ણા નગર, ગુંદાળા રોડ, ગોંડલ, રાજકોટ), દર્શન ભીમાભાઇ રાઠોડ (ભરવાડ) (ઉ.વ.21, રહે. કસ્તુરીબાગ સોસાયટી, વિભાગ ૦૧, દાદા ભગવાન મંદિર આગળ, કામરેજ તથા મુળ તા. – જી લીલીયા) અને જય મગનભાઇ તેજાણી (ઉ.વ.22, રહે. – વૃંદાવન સોસાયટી વિભાગ -૨ , TVS ના ગ્રાઉન્ડ પાઇળ, ગોંડલ, રાજકોટ) ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી એક પિસ્ટલ, 3 મોબાઈલ ફોન મળી કુલ 65 હજારનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

રાહુલને ફાયનાન્સના ધંધામાં રૂપિયાની જરૂર હોવાથી પ્લાન ઘડ્યો
આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું છે કે, સહ આરોપી રાહુલ દિનેશભાઈ ગમારા સુરતમાં ફાયાનાન્સનો ધંધો કરતો હતો. તેને ફાયનાન્સની તકલીફ પડતી હતી. જે દૂર કરવા માટે શોર્ટકટમાં રૂપિયા કમાવવાનો પ્લાન બનાવ્યો હતો. જેના માટે જ્વેલર્સની દુકાન ધરાવતા માલિકને ફોન કરી ડરાવી ધમકાવી અથવા દુકાનમાં લૂંટ કરી રૂપિયા કમાવવાનો પ્લાન બનાવ્યો હતો. તેમાં પોતાના સાગરીતો મિહિર ડોબરીયા, જય તેજાણી, દર્શન રાઠોડ તથા હિતેશ કોળીને આ પ્લાનમાં સામેલ કર્યો હતો.

વરાછા, કાપોદ્રા અને સરથાણાના અનેક જ્વેલર્સની રેકી કરી હતી
હિતેશ કોળીએ વરાછા, કાપોદ્રા તથા સરથાણા વિસ્તારમાં આવેલા અમલ જ્વેલર્સ, અનાદી જ્વેલર્સ, નાકરાણી જ્વેલર્સ, સુખરામ જ્વેલર્સ તેમજ અન્ય જ્વેલર્સની દુકાનો ઉપર રેકી કરી હતી. બાદમાં ‘સુખરામ જ્વેલર્સ ’નામની દુકાન મેઇન રોડ ઉપર અને લૂંટ કરી સરળતાથી હાઇવે તરફ નાસી જવાય તેવી હતી. ગુનાને અંજામ આપવા પહેલા સુખરામ જ્વેલર્સના માલિકને ફોન કરી ડરાવી ધમકાવી ખંડણી માંગવી અને રૂપિયા નહીં આપે તો ત્યાર બાદ તેની દુકાનમાં ફાયરિંગ કરીને લૂંટ કરવાનું નક્કી કરાયું હતું.

જ્વેલર્સમાં ફોન રિસીવ નહીં કરતા લૂંટના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું
11 નવેમ્બરે ગુનાને અંજામ આપવા માટે મિહિર, જય, દર્શન તથા હિતેશ કોળી સરથાણા જકાતનાકા પાસે જઈ ખંડણીનાં રૂપિયા માટે સુખરામ જ્વેલર્સમાં ફોન કર્યો હતો. પરંતુ ફોન રીસીવ નહીં થતા આરોપીઓએ લૂંટના ગુનાને અંજામ આપવા મિહીર પોતાની પાસેની પિસ્ટલ જેમાં ત્રણ કાર્ટીઝ લોડ કરી જ્વેલર્સ પાસે જઇ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સુખરામ જ્વેલર્સ’માં રહેલા માણસો બહાર આવતા તેમજ નજીક આવેલા પાનના ગલ્લા ઉપર પણ લોકો ભેગા થતા ત્યાંથી નાસી ગયો હતો.

Most Popular

To Top