સુરત: (Surat) દિવાળીના દિવસે સરથાણામાં (Sarthana) આવેલી કરિયાણાની દુકાનમાં (Shop) ચોરી (Theft) કરવા માટે આવેલા અમદાવાદના યુવકની હત્યા (Murder) કરવાના ચકચારીત કેસમાં વધુ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. હત્યાનો ગુનો બહાર આવતા જ સરથાણા પોલીસે અગાઉ દુકાનદાર સહિત પાંચની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિતો મુજબ લસકાણા ડાયમંડનગર કળથીયા ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-૨માં લસકાણા ગામમાં જ રહેતા ગૌતમસિંગ જુગતસિંગ રાજપુરોહિત મહાદેવ ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાન ધરાવે છે. દિવાળીની રાત્રીએ તેઓની દુકાનમાં એક ચોર નામે સતીષ વજુભાઇ પરમારને જોયો હતો. સતીષ દુકાનમાંથી ચોરી કરતા નજરે પડતા જ દુકાનમાં કામ કરતા ત્રણ વ્યક્તિઓએ સતીષને પકડી રાખ્યો હતો અને બાદમાં ગૌતમસિંગને જાણ કરીને તેઓને બોલાવ્યા હતા. બાદમાં રાત્રીના સમયે જ ગૌતમસિંગ તેમજ બીજા છ લોકોએ ભેગા થઇને સતીષને બાંધીને લોખંડના પાઇપ મારીને હત્યા કરી નાંખી હતી. પોસ્ટમોર્ટમ વિભાગમાં સતીષની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. અને ગૌતમસિંગ સહિત સાતની સામે ગુનો નોંધાયો હતો. ચકચારીત આ કેસમાં પોલીસે રામલાલ ગંગારામ જાટ (ઉ.વ.૨૫.રહે,ખમમ રોક્સ ગ્રેનાઈટ ઍડ મારબલના ગોડાઉનમાં લસકાણા) અને અર્જુનસિંગ લક્ષ્મણસિંગ રાવણા રાજપુત (ઉ.વ.૨૪.રહે, ખમમ રોક્સ ગ્રેનાઈટ મારબલના ગોડાઉનમાં)ની ધરપકડ કરી છે. અગાઉ પોલીસે દુકાનદાર ગૌતમસિંગ સહિત પાંચની ધરપકડ કરી હતી.
18 દિવસની માસૂમ બાળકીને મક્કાઇપુલ ઉપરથી તાપી નદીમાં ફેંકી દેનાર નિષ્ઠુર માતાની ધરપકડ
સુરત : ઘર કંકાસના કારણે 18 દિવસની માસૂમ બાળકીને મક્કાઇપુલ ઉપરથી તાપી નદીમાં ફેંકી દેનાર નિષ્ઠુર માતાની ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલાએ બાળકીને તાપી નદીમાં ફેંકતા પહેલા તેની નિ:સંતાન ભાભીને આપી હતી, પરંતુ ભાભીએ બાળકીને રાખવાની ના પાડતા આખરે મહિલાએ બાળકીને તાપી નદીમાં ફેંકી દીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ઉન વિસ્તારમાં રહેતી શાહિન હારૂન રઝાક શેખે તેની ૧૮ દિવસની માસુમ બાળકીનું રૂમમાં કોઈ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પંરતુ શાહીનની વાતમાં શંકા જતા પોલીસે વધુ પુછપરુછ કરી હતી. આ ઘટનામાં શાહીન ભાંગી પડી હતી અને કહ્યું કે, તેણીએ જાતે જ બાળકીને તાપી નદીમાં ફેંકી દીધી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને ફાયર વિભાગની મદદથી રાંદેર જિલાની બ્રિજ પાસેથી બાળકીને તાપી નદીમાંથી બહાર કાઢી હતી. પોલીસે શાહીનની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં પોલીસે શાહીનની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલી આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે શાહીને 18 વર્ષની બાળકીની હત્યા કરતા પહેલા તેણીને ગોપીપુરા મોમનાવાડ વિસ્તારમાં રહેતી નિ:સંતાન ભાભીને આપવા માટે ગઈ હતી, આ બાળકીની સારસંભાળ લઇને ઉછેરી કરવા માટે ભાભીને વિનંતી કરાઇ હતી, પરંતુ ભાભીએ બાળકી રાખવાની ના પાડી દીધી હતી. જેથી શાહીને રીક્ષામાં સીધી મક્કાઇપુલ આવી હતી અને ત્યાંતી બાળકીને તાપી નદીમાં ફેંકી દીધી હોવાનું કહ્યું હતું.