SURAT

સુરતમાં સ્કૂલે જઈ રહેલી કીશોરી સાથે યુવકે કર્યું એવું કૃત્ય કે કિશોરીની માતા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ

સુરતઃ (Surat) પુણા ખાતે રહેતો યુવક લાંબા સમયથી વરાછામાં રહેતી કીશોરીનો પીછો કરી પરેશાન કરતો હતો. કીશોરીએ (Girl) મચક નહી આપતા યુવકે તેનો હાથ પકડીને તમાચો (Slap) મારી દીધો હતો. કીશોરીની માતાએ વરાછા પોલીસ (Varacha Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

  • વરાછામાં યુવકે કીશોરીનો પીછો કરી હાથ પકડી તમાચો મારી દીધો
  • લાંબા સમયથી કીશોરીનો પીછો કરી પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો

વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પુણાગામ સીતાનગર ચોકડી પાસે આવેલ માતૃશક્તિ સોસાયટીમાં રહેતો કુલદીપ કિશોર જાદવ નામનો યુવક અવારનવાર વરાછા ખાતે રહેતી કિશોરીને ફોન કરીને તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. પરંતુ કિશોરી તેને મચક આપતી નહોતી. છતા કુલદીપે કિશોરીને હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. કિશોરી સ્કૂલે જવા નીકળતી ત્યારે કુલદીપ તેનો પીછો કરીને પરેશાન કરતો હતો. થોડા દિવસ અગાઉ કિશોરી સ્કૂલે જવા નીકળી હતી ત્યારે કુલદીપે તેનો પીછો કરીને પાછળથી આવી તેનો હાથ પકડી લીધો હતો. કિશોરીએ આવી હરકત ન કરવાનું કહેતા ઉશ્કેરાયેલા કુલદીપે કીશોરીને ગાળો આપી ગાલ પર તમાચો મારી દીધો હતો. કીશોરીએ ઘરે જઈને માતાને આ સઘળી હકીકત જણાવતા ગઈકાલે વરાછા પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી.

લાલગેટમાં વિકૃત યુવકે પિતરાઈ બહેનના ફોટો મોર્ફ કરીને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યા
સુરતઃ લાલગેટ ખાતે રહેતા યુવકે તેની પિતરાઈ બહેનના ફોટોને મોર્ફ કરી પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કર્યા હતા. સલાબતપુરા પોલીસે યુવતીને બદનામ કરનાર પિતરાઈ ભાઈ સામે ફરિયાદ નોંધી તેની અટક કરી હતી.

સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સલાબતપુરા વિસ્તારમાં રહેતી યુવતીએ ગઈકાલે તેના પિતરાઈ ભાઈ સારીક હબીબ સુરતી (રહે.ઠ્ઠા માળે હોડી બંગલા મક્કા પેલેસ લાલગેટ) સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત ૨૫ ઓક્ટોબરથી સારીકે યુવતીના ફોટાઓ ક્યંકથી મેળવ્યા હતા. અને ફોટાઓ મોર્ફ કરી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી યુવતીને બદનામ કરવાની ધમકી આપી હતી. બાદમાં આ ફોટો અપલોડ કરીને ગમે તેમ વાત કરીને ઘણા લોકો સાથે મેસેજમાં વાત કરી હતી. જેથી યુવતીએ ગઈકાલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાકીરની ધરપકડ કરી તેનો મોબાઇલ જપ્ત કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top