SURAT

VIDEO: સુરતીઓ કાઠિયાવાડીને આવું કહેતા ત્યારે દુ:ખ થતું પણ આજે હું કહું છું હા, કાઠિયાવાડી એવા જ છે

સુરત(Surat) : સુરતના વરાછા (Varacha) વિસ્તારમાં રહેતા એક સમાજ સેવકનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ (Viral) થયો છે. આ વીડિયોમાં સમાજ સેવક વરાછા વિસ્તારના ટ્રાફિક (Traffic) અંગે બોલી રહ્યાં છે. ટ્રાફિકના ન્યૂસન્સથી પરેશાન આ સમાજ સેવક એટલા ભાવુક થાય છે કે તેઓની આંખો ભીની થઈ જાય છે. અવાજ રૂંધાવા લાગે છે, છતાં તેઓ બોલતા અટકતા નથી અને 5 મિનીટ 39 સેકન્ડના વીડિયોમાં વારંવાર વરાછામાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા વિનંતી કરતા જોવા મળે છે.

  • સમાજ સેવક પિયુષ ધાનાણીનો આક્રંદ
  • વરાછાના હીરાબાગમાં વીડિયો બનાવ્યો
  • હીરાબાગ સર્કલથી વલ્લાભાચાર્ય તરફ વાહનચાલકોને રોંગ સાઈડ નહીં જવા સમજાવ્યો
  • પોલીસ લાચાર, લોકો પગ પર વાહનો ચઢાવી જતા હોવાની પોલીસની કેફિયત
  • પિયુષ ધાનાણીએ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા વરાછાવાસીઓ પર ફિટકાર વરસાવ્યો

આ સમાજ સેવકનું નામ પિયુષ ઘાનાણી છે. તેઓએ 8 ઓગસ્ટના રોજ એક વીડિયો બનાવ્યો છે. હીરાબાગ સર્કલ પાસે આ વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે. તેઓ વીડિયોની શરૂઆતમાં બોલે છે કે 20 વર્ષ પહેલાં જ્યારે સુરતી લોકો કાઠિયાવાડીને ‘…’ કહેતા ત્યારે મને ખુબ દુ:ખ થતું હતું, ચીડ આવતી હતી. આજે હું સંપૂર્ણ જાગૃત અવસ્થામાં 8 ઓગસ્ટ 2022ના રોજ કહું છું કે હા કાઠિયાવાડી ‘…..’ છે અને તેનો મતલબ આકાશમાં ઉડનારું નહીં પરંતુ ગમે ત્યારે અને ગમે ત્યાં ઘુસી જનારું. આ હીરાબાગ સર્કલ છે. હું પૂર્વી સોસાયટીમાં રહું છું. લોકોને હીરાબાગથી વલ્લભાચાર્ય તરફ જવા માટે રોંગ સાઈડ જવું છું. ડેરી ડોન તરફ યુટર્ન લેવા નથી જવું. આપણે કયો હક છે રોંગ સાઈડ જવાનો? 20 વર્ષ પહેલાં મુંબઈ ફરવા ગયો ત્યારે જોયું તો સિગ્નલના આધારે શહેરમાં વાહનો ચાલતા જોયા. જ્યારે અહીં તો 5 ટ્રાફિક બ્રિગેડના કર્મી ઉભા હોય તો પણ આપણે અસર થતી નથી. જાડી ચામડીના થઈ ગયા છે. ઘેંટા જેવા થયા છે. રોકીએ, હાથ જોડીએ છતાં રોંગ સાઈડ જાય છે. બધા જાય એટલે અમે જઈએ છીએ. એવા જવાબો મળી રહ્યાં છે.

ગાડી પર ભગવાનના નામ લખી રોંગ સાઈડ ન જવાય. ભગવાનનું નામ ખરાબ થાય છે. રોંગ સાઈડમાં જવું હોય તો કપાળ પર ચાંદલા કરવાનું બંધ કરો. પોલીસ લાચાર છે. પોલીસ કહે છે લોકો તેમના પગ પર ગાડી ચઢાવીને જતા રહે છે. પોલીસ ડાયરી લઈને ઉભા રહે તો બીક લાગે પણ સિટી મારે તો કોઈ ગાંઠતું નથી. મારી તમને હાથ જોડીને વિનંતી છેકે આ શહેરને તમારા સપોર્ટની જરૂર છે. આપણે આ ગામમાં રહીએ છીએ અને સપોર્ટ આપતા નથી. બધા રોંગ સાઈડ જશે તો રાઈટ સાઈડ જશે કોણ? ટ્રાફિકના નિયમોનું પાલન કરશે કોણ? પ્લીઝ હું હાથ જોડી વિનંતી કરું છું કે ટ્રાફિકના નિયમોના પાલનમાં સહકાર આપો.

Most Popular

To Top