Vadodara

સુરતમાંથી ગુમ થયેલી 19 વર્ષીય યુવતી વડોદરાના અનગઢ ગામમાંથી મળી આવી

વડોદરા: સુરતની (Surat) યુવતી વડોદરામાં (Vadodara) મળી આવી છે. સુરત ખાતે રહેતી 19 વર્ષીય યુવતી પોતાના ઘરમાં કોઇને કહ્યા વિના વડોદરાના અનગઢ ગામમાં રહેવા માટે આવી ગઇ હતી. તેના પરિવારે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં (Police station) જાણવાજોગ ફરિયાદ (FIR) નોંધાવી હતી. નંદસરી પોલીસના શી ટીમે (SHE Team) સુરતની યુવતીને શોધી કાઢી પાંડેસરા પોલીસને જાણ કરી તેના માતા-પિતાના પરત સોંપાઇ હોવાનું જાણવા મળ્યું છે.

  • નંદસરી પોલીસની શી ટીમે પંચાલ ફળિયામાંથી યુવતીને શોધી કાઢી
  • પાંડસરા પોલીસને જાણ કરી તેના પરીજનોને સોંપવાની તજવીજ હાથ ધરાઇ

સુરતના ડિંડોલી પાંડસરા જીઆઇડીસીની પાછલ આવેલા ઓમનગરમાં રહેતી એક યુવતી પોતાના ઘરમાં કોઇને કહ્યા વિના નીકળી ગઇ હતી. તેના પરિવારના સભ્યો દ્વારા શોધખોળ કરવા છતાં નહી મળી આવતા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નો્ંધાવી હતી. નંદસેરી પોલીસ સ્ટેશનના શી ટીમના કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન અનગઢ ગામ પંચાલ ફળિયામાં એક સૂરતની યુવતી રહેતી હોવાની બાતમી મળી હતી.

આ અંગે પોલીસને મળેલી બાતમીને આધારે શી ટીમના કર્મચારીઓ બાતમી મુજબના સ્થળ પર ગયા હતા. ત્યારે તેમને યુવતી મળી આવી હતી. તેની પૂછપરછ કરતા પોતાનું હર્ષા સુરેશ શ્રીરામ અંજને (ઉં.વ. 19) હોવાનું જણાવ્યું હતું. જેથી યુવતીને નંદસરી પોલીસ સ્ટેશનમાં લાવી પાંડેસરા પોલીસ સ્ટેશનને આ બાબતે જાણ કરવામાં આવી છે.

પ્રોહિબિશનના આરોપીને પાસા, ભૂજની જેલમાં મોકલાયો

વડોદરા: પ્રોહિબિશનના કેસમાં પકડાયેલ આરોપીને નવાપુરા પોલીસે પાસા હેઠળ ભૂજ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ એલ આહિરના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા આરોપી વિરલ વિક્રમ મિસ્ત્રી (રહે. વાડી ભાડવાડા વિશ્વકર્મા મંદિર પાસે વાડી)ની પાસા હેઠળ અટકાયત કરીને તેમના ભૂજ મધ્યસ્થ જેલમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top