SURAT

સુરતના ઉનમાં રહેતી નવ વર્ષની ભાણેજને સગા મામાએ જ પીંખી નાંખી

સુરત : ચાર મહિના પહેલા રોજગારી માટે બિહારથી આવીને ઉનમાં રહેતી બહેનને ત્યાં આશ્રય મેળવનારે 9 વર્ષની સગી ભાણેજ ઉપર બેથી ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હોવાથી તેની તપાસ કરાવતા આ વાત બહાર આવી હતી. આ બનાવની ફરિયાદ થતાં ભેસ્તાન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચાર મહિના પેહલા બિહારથી કામ ધંધાની શોધમાં આવેલો સાહિલ ઉનમાં રહેતી સગી બહેનનાં ઘરે રોકાયો હતો, અને ત્યાં જ રહેતો હતો. તેને ઘરે એકલતાનો લાભ લઈને પોતાની સગી બહેનની નાનકડી દીકરી પર બે થી ત્રણ વાર બળત્કાર ગુજાર્યો હતો. બાળકીને ગુપ્ત ભાગેથી લોહી નીકળવા માંડતા થતા મામાની હેવાનિયતનો ભાંડો ફૂટ્યો હતો.

ભેસ્તાન પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો પ્રમાણે સુરતના ઉન વિસ્તારમાં એક મુસ્લિમ યુવાન પરિવાર સાથે રહે છે. ચાર મહિના પહેલા મૂળ બિહારમાં રહેતો તેનો સાળો સુલતાન ચાર મહિના પહેલા રોજગારી મેળવવા માટે સુરત આવ્યો હતો. તે સચીન વિસ્તારમાં આવેલા એક ગેરેજમાં છૂટક મજૂરી કરતો હતો અને સાળો હોવાથી બનેવીએ તેને તેના ઘરમાં આશ્રય આપ્યો હતો. જો કે સાળાએ જ તેની માત્ર 9 વર્ષની ભાણેજને તેના જ ઘરમાં પીંખી નાંખી હતી.

બાળકીના પિતા કામધંધા માટે રાબેતા મુજબ ઘરની બહાર હતા જ્યારે માતા જ્યારે કોઇ કામ માટે બહાર નીકળતી હતી ત્યારે બાળકીની એકલતાનો લાભ ઉઠાવવાનું મામાએ શરૂ કર્યું હતું. દરમિયાન બે દિવસ પહેલા આ બાળકીના ગુપ્તભાગે બ્લિડિંગ થતું હોવાથી તેની તબીબી તપાસ કરાવવામાં આવી હતી. જેમાં તેની સાથે શારીરિક અડપલાં થયા હોવાનું બહાર આવ્યું હતું. માતા પિતાએ બાળકીને આ હરકત બાબતે પૂછતાં તેણે મામાએ બે થી ત્રણ વખત આવું કૃત્ય કર્યુ હોવાનું કહ્યું હતું. આ પરિવારે ભેસ્તાન પોલીસમથકમાં ફરિયાદ કરતાં પોલીસે સુલતાન વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. ભાંડો ફૂટી જવાનો અંદાજ આવી જતાં સુલતાન હાલ ફરાર થઇ ગયો છે.

Most Popular

To Top