SURAT

1 લાખ ક્યૂસક ઈનફલોના લીધે ઉકાઈ ડેમની સપાટી 48 કલાકમાં 2 ફૂટ વધી, તંત્ર એલર્ટ

સુરત(Surat): ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં સામાન્ય વરસાદ (Rain) ભલે હોય પણ કેચમેન્ટ (Catchment) વિસ્તારમાં પડી રહેલા વરસાદથી આજે રવિવારે ડેમમાં સિઝનમાં પહેલી વખત 1.09 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. ડેમમાં પાણીની આવક વધતા સત્તાધિશો એલર્ટ (Alert) મોડમાં આવી ગયા છે.

  • ઉકાઈના કેચમેન્ટમાં ભારે વરસાદના પગલે ઉકાઈમાં પાણીની આવક વધી
  • હથનુર ડેમમાંથી હાલ 12 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે
  • ઉકાઈ ડેમની સપાટી 318.25 ફૂટ પર પહોંચી

ઉકાઈ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદને પગલે હથનુર ડેમમાંથી હાલ 12 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પરંતુ ઉકાઈના કેચમેન્ટમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની મોટી આવક થઈ છે. કેચમેન્ટ વિસ્તારમાં આવેલા ચાંદપુરમાં 6.6 ઇંચ, ચિખલધરા, ગીરના, રૂમકી તળાવમાં ૪ ઇંચ સહિત તમામ 51 રેઇન ગેજ સ્ટેશનોમાં વરસાદી પાણી પડતા કુલ વરસાદ 1278 મીમી અને સરેરાશ 1.૦૦ ઇંચ વરસાદ નોંધાયો હતો. હથનુર ડેમમાંથી સતત છોડવામાં આવતું પાણી અને કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી તેમજ ઉકાઇ ડેમ નજીકના પ્રકાશા વિયરમાંથી 29,૦૦૦ ક્યુસેક પાણી છોડાતા આ તમામ પાણી ભેગુ થઈને આજે બપોરે ઉકાઇ ડેમમાં ૯૮ હજાર ક્યુસેક પાણીનો આવરો થયો હતો. સાંજ સુધીમાં આવક વધીને 1.09 લાખ ક્યુસેક પહોંચી હતી. પાણીનો મોટો જથ્થો આવતા ડેમના સતાધીશો એલર્ટ મોડમાં આવી ગયા છે. છેલ્લા બે દિવસમાં ઉકાઇ ડેમની સપાટીમાં બે ફૂટ નો વધારો થયો હતો. આજે ડેમની સપાટી 318.25 ફુટ નોંધાઈ હતી.

રેઇન ગેજ વરસાદ(ઇંચ)

  • ચાંદપુર 6.6
  • ચિખલધરા 4.૦
  • ગીરના 4.૦
  • રૂમકી તળાવ 4.૦
  • કુકરમુંડા ૩.૦
  • ઉકાઇ 2.૦
  • બ્રંબુલ 2.૦
  • કાકડીઅબા 2.૦
  • નિઝર 1.5
  • લુહારા 1.૦
  • વાનખેડ 1.૦

ઉમરપાડામાં 24 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો
સુરત : છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં સામાન્યથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં અને સૌથી ઓછો કામરેજ તાલુકામાં વરસ્યો હતો. ચોર્યાસી તાલુકામાં 40 એમએમ, ઓલપાડ તાલુકામાં 22 એમએમ, પલસાણા તાલુકામાં 28 એમએમ, કામરેજ તાલુકામાં 11 એમએમ, ઉમરપાડા તાલુકામાં 129 એમએમ, બારડોલી તાલુકામાં 15 એમએમ, મહુવા તાલુકામાં 63 એમએમ, માગરોળ તાલુકામાં 24 એમએમ, માંડલી તાલુકામાં 16 એમએમ અને સુરત સિટી તાલુકામાં 13 એમએમ વરસાદ વરસ્યો છે.

Most Popular

To Top