સુરત : સુરત (Surat) ઉધના નજીક માલગાડી ટ્રેનના (Train) ડબ્બા અચાનક પટરી પરથી ઉતરી પડતા મોટો અકસ્માત (Accident) થતા રહી ગયો હતો. જોકે ઘટના બાદ રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા હતાં. માલગાડીના ડબ્બા પાટા પરથી નીચે ઉતરવાને લઈને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઘટના ઉધના ગોવિંદ નગર ખાતે બની હતી. માલગાડી ટ્રેનના ડબ્બા પાટા પાટા પરથી ઉતરી પડ્યા હતાં. ચાલુ ટ્રેનમાં ડબ્બા પાટા પરથી ઉતરી પડતા સદનસીબે જાનહાની ટળી હતી. જેથી માલગાડી ટ્રેન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે ઘટના બાદ લોકોના ટોળા ઘટનાને જોવા ભેગા થઈ ગયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે માલગાડીના ડબ્બા ઉતરી પડવાને લઈને રેલવે વિભાગના અધિકારીઓની સાથે સાથે રેલવે વિભાગની ટેક્નિકલ ટીમ પણ દોડતી થઈ ગઈ હતી. તાત્કાલિક અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. સામાન્ય રીતે ટ્રેનના ડબ્બા પાટા પરથી નીચે ઉતરે તો મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. જો કે સૂત્રોએ કહ્યું કે,ટ્રેનની સ્પીડ ધીમી હોવાથી ટ્રેનના ડબ્બા પાટા પરથી માત્ર નીચે જ ઉતર્યા એ દરમિયાન ટ્રેન ચલાવનારનું ધ્યાન જતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. સામેથી એ દરમિયાન બીજી ટ્રેન આવતી ન હતી. જો કે હાલ દુર્ઘટનાનું કારણ જાણવા મળ્યું નથી. રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉધના રેલવે સ્ટેશનને 212 કરોડના ખર્ચે અત્યાધુનિક બનાવાશે
ઉધના રેલવે સ્ટેશન (Udhna Railway Station) 212 કરોડના ખર્ચે આવતા દિવસોમાં ટેન્ડરિંગ પ્રોસેસ હાથ ધરવામાં આવશે. સુરતનાં સાંસદ અને દેશનાં રેલવે મંત્રી તરીકે દર્શના જરદોશ આરૂઢ થયા પછી આ પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. ઉધના અને સુરત રેલવે સ્ટેશનના વિકાસની વાતો કાગળ પર ચાલતી હતી. પરંતુ સાંસદ દર્શનાબેનના આગમન પછી હવે રેલવે અધિકારીઓ દ્વારા આ પ્રોજેક્ટને વાસ્તવિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આવતાં 25 વર્ષમાં એક લાખ યાત્રીઓની અવરજવર શક્ય બને એ રીતે આ રેલવે સ્ટેશન બનાવવામાં આવનાર છે.