SURAT

સુરત: બે મિત્રો બાઈક પર જઈ રહ્યાં હતા અને કાર ચાલક ટક્કર મારીને ભાગી ગયો, એકનું મોત

સુરત: સુરતનાઅલથાણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. અલથાણ ચાર રસ્તાથી શ્યામધામ મંદિર તરફ જતા સર્વિસ રોડ પર મેટ્રોના શો-રૂમ પાસે બે મિત્રો બાઈક મારફતે જઈ રહ્યા હોય એક કારચાલકે ટક્કર મારીને નાસી ગયો હતો. બે પૈકી એકનું મોત નિપજ્યું હતું.

અલથાણ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર દિલીપ ઉર્ફ અંતુ સુભાષચંદ્ર ગુપ્તા ( 20 વર્ષ) પાંડેસરા વિસ્તારમાં બમરોલી રોડ પર આવેલા શિવમનગરમાં રહેતો હતો. દિલીપ ઉર્ફે અન્તુ રિંગરોડ પર સહારા દરવાજા ખાતે આવેલ ન્યુ રતન ટેક્સટાઈલ માર્કેટમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. દિલીપ 4 માર્ચના રોજ મોડીરાત્રે તેના મિત્ર સમર્થ રાજપુત સાથે બાઈક પર અલથાણ ચાર રસ્તાથી શ્યામધામ મંદિર તરફ જતા સર્વિસ રોડ પર મેટ્રોના શો-રૂમ પાસે પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક કાર ડ્રાઈવરે બેદરકારીથી અને પૂરઝડપે કાર હંકારીને દિલીપની બાઇકને ટક્કર મારીને નાસી ગયો હતો.

દિલીપ અને સમર્થ ફંગોળાયા હતા. બંનેને ઇજા થઈ હતી. દિલીપ ઉર્ફે અંતુને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું શુક્રવારે રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે અલથાણ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસ બનાવના 6 દિવસે પણ આરોપી કાર ડ્રાઈવરને શોધી શકી નથી.

રિક્ષા પલટી થઈ જતા 4 વર્ષની બાળકીનું મોત
સુરત: સલાબતપુરા વિસ્તારમાંથી પરિવાર 2 વર્ષના બાળકની સારવાર માટે રિક્ષામાં બેસીને નવી સિવિલ હોસ્પિટલ આવતા હતા ત્યારે ઉમરવાડા પાસે રિક્ષા પલટી થઈ જતા 4 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર કડોદરામાં રહેતો અલીમુદ્દીન ઉર્ફ અઝહર રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. પરિવારમાં પત્ની ઉપરાંત 4 વર્ષની દીકરી અનાવીયા અને 2 વર્ષનો દીકરી હસન છે. 2 વર્ષના દીકરાની તબીયત ખરાબ હોવાથી અલીમુ્દદીન પત્ની,દીકરો અને દીકરી સાથે રિક્ષામાં બેસીને સિવિલ હોસ્પિટલ આવતો હતો ત્યારે ઉમરવાડા ઢાળ પર રિક્ષા પલટી ગઈ હતી. હતી. તેમાં અનાવીયાને ગંભીર ઇજા થઈ હતી. નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે અનાવીયાને મૃત જાહેર કરી હતી. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અલામુદ્દીન વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top