સુરત: બેગમપુરા દુધારા શેરીમાં એક માસુમ વિદ્યાર્થીનીને (Student) શિક્ષિકાએ (Teacher) ફૂટપટ્ટીથી ફટકારી હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલુ જ નહીં પણ ગુજરાતી અને અંગ્રેજી વિષયમાં ઓછી સમજ પડતી હોવાના કારણે 7 વર્ષની જિયાને મરાઈ હોવાનો માતાએ આરોપ લગાડ્યો હતો. ડાબા હાથ અને પીઠ પર મારના નિશાન સાથે સિવિલ લવાયેલી માસુમ જિયાની માતાએ કહ્યું હતું કે ગત વર્ષે પણ આંખના ભાગે માર માર્યો હતો. દીકરીએ શિક્ષિકાના ડરથી જુઠ્ઠું બોલી પડી ગઈ હોવાનું બહાનું કર્યા બાદ દાદી ને તમામ હકીકત જણાવતા મામલો MLC સારવાર સુધી પહોંચ્યો હતો.
માતાએ જણાવ્યું હતું કે તેઓ બેગમપુરાની ખાંગર શેરીમાં રહે છે અને બ્યુટી પાર્લરના કામકાજ સાથે સંકળાયેલા છે. તેમના પતિ જિમ ટ્રેલર છે પણ હાલ પારિવારિક ઝગડા ને કારણે તેઓ પતિથી અલગ રહે છે. તેમની એકની એક દીકરી જીવા (ઉ.વ. 7) ધોરણ-2 માં અભ્યાસ કરે છે. ગુજરાતી અને અંગ્રેજી વિષયમાં નબળી હોવાને કારણે જિયાને બેગમપુરા દુધાળા શેરીમાં એક ટ્યુશન માં મુકવામાં આવી હતી. જ્યાં રુચિતા બેન જિયા ને નબળા વિષયો નો પાઠ ભણાવતા હતા.
વધુમાં જણાવ્યું હતું કે મંગળવાર ના રોજ જિયા ના હાથ અને પીઠ પર નિશાન જોઈ તેઓ ચોકી ગયા હતા. પૂછતાં જિયા એ પડી ગઈ હોવાનું કહ્યું હતું. જોકે રાત્રે દાદી ને ટ્યુશનમાં માર પડયો હોવાની હકીકત જણાવી હતી. એટલું જ નહીં પણ મમ્મી ને નહિ કહેતા નહિતર ટીચર સાથે ઝગડો કરશે એવું પણ દાદી ને કહ્યું હતું. બસ આ વાતની જાણ થતાં મેં જિયા ને પ્રેમથી પૂછીને તમામ વાત જાણી લીધું હતી. અને આજે સારવાર માટે સિવિલ લઈ આવી હવે પોલીસ ફરિયાદ કરીશું એવું જણાવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, જિયા એક માસુમ છે અમે સમજીએ છીએ કે એના બે વિષય ગુજરાતી અને અંગ્રેજી નબળા છે એટલે જ એને ટ્યુશનમાં મૂકી હતી. જોકે આટલી નિર્દયતાથી મારતા શિક્ષકો સામે પ્રશ્ન ઉભો થાય છે. જિયા એ કહ્યું મમ્મી ત્રણ વાર ફુથપટ્ટી મારી, એના હાથ અને પીઠ પર બે દિવસ પછી પણ નિશાન છે, હું તો નહીં ચલાવીશ ફરિયાદ ચોક્કસ કરીશ.