સુરત(Surat): ગોલવાડમાં (Golwad) એસઓજી પોલીસે (Police) બાતમીના આધારે રેડ (Raid) પાડીને એક યુવકને રૂા. 4 લાખની કિંમતના 40 કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. પોલીસ પુછપરછમાં આ યુવક ટ્રેન મારફતે ચોખાની ગુણની આડમાં ગાંજો લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે બાતમીને આધારે ગોલવાડ શેરી નવાપુરામાં રહેતા તોફાન સુદર્શન શાહુને ત્યાં રેડ પાડી મકાનમાં તપાસ કરતાં ચોખાની ગુણની આડમાં મોટાપાયે ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા કુલ્લે રૂા. 4 લાખની કિંમતનો 40 કિલો ગાંજો મળ્યો હતો. પોલીસે તોફાનની પુછપરછ કરતા તેને કહ્યું કે, થોડા દિવસો પહેલા જ તે ટ્રેન મારફતે ઓડિસ્સાથી સુરત આવ્યો હતો. ચોખાની આડમાં ગાંજો લાવીને અહીં કતારગામ રેલવે પટ્ટી ઉપર છૂટક વેચાણ કરવાનો પ્લાન હતો. પરંતુ તોફાન શાહુ ગાંજો વેચે તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
- યુવક રૂા. 4 લાખની કિંમતના 40 કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયો
- ટ્રેન મારફતે ઓડિસ્સાથી સુરત આવ્યો
- કતારગામ રેલવે પટ્ટી ઉપર છૂટક વેચાણ કરવાનો પ્લાન
વલસાડ-પારડીમાં વોટ્સએપ ઉપર વરલી મટકાનો જુગાર રમાડતા એક પકડાયો
વલસાડના વલસાડ-પારડી માસ્તર રોડ ઉપર મોબાઇલમાં વોટ્સએપ ઉપર વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ સીટી પોલીસે બાતમીના આધારે રેડ કરીને રૂપિયા 6070નો જુગાર ઝડપી પાડી એકની ધરપકડ કરી છે, તેમજ એકને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના વલસાડ પારડી માસ્તર રોડ ઉપર રહેતો નરેન્દ્ર નટુભાઈ મોબાઈલ વોટ્સએપ ઉપર વરલી મટકાનો જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે રેડ કરતા નરેન્દ્રભાઈ પોતાના મોબાઈલમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી રૂપિયા 6070 જુગારના મળી આવ્યો હતા. વલસાડ સિટી પોલીસે ગુનો નોંધી એકને વોન્ટેડ જાહેર કર્યો છે.