વાપી(Vapi): દમણથી (Daman) દારૂની હેરાફેરી કરતી મહિલાઓ (Women) રેલ્વે પોલીસના ( RPF) રડાર પર હતી. સુરત (Surat) તરફથી આવતી આ મહિલા ખેપિયણો સુરત તરફ જતી કેટલીક ટ્રેનોને (Train) બગવાડા પાસે ચેઈન પુલિંગ કરાવી ત્યાંથી દારૂનો મોટાપ્રમાણમાં જથ્થો ચડાવતી હોય છે. સોમવારે વાપી આરપીએફ પીઆઈ સીસોદીયાએ તેમની ટીમ સાથે વાપી-બગવાડા સ્ટેશન વચ્ચે વોચ ગોઠવી સવારે સુરત તરફ જતી ટ્રેનોમાં ચેઈન પુલિંગ કરાવી દારૂનો જથ્થો ચઢાવતી 12 મહિલાને રંગેહાથ ઝડપી પાડી હતી. પોલીસે આ 12 મહિલા ખેપિયણો પાસેથી રૂ.69000નો દારૂનો જથ્થો કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઇંગ્લિશ દારૂની હેરાફેરીમાં અમદાવાદનો બૂટલેગરને પાસામાં મોકલાયો
વલસાડ : વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં રૂ.૩.૮૪ લાખના ઇંગ્લીશ દારૂ સાથે ઝડપાયેલા હેઠળ રાજકોટ જેલમાં મોકલી આપ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસે 2018માં હાઇવે પરથી રૂ.૩.૮૪ લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં બુટલેગર અમદાવાદ ગોમતીપુરમાં રહેતો પ્રશાંત ઉફે પંકજ અમરત વાઘેલાની ધરપકડ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના માર્ગદશન મુજબ ગુનાના સાધનિક કાગળો એકઠા કરીને જિલ્લા મેજીસ્ટ્રેટ સામે પાસા હેઠળ દરખાસ્ત મૂકી હતી. જે જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂર કરી દેતાં બુટલેગરને પાસા હેઠળ રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
નવસારીની પાણીની ટાંકી પાસે જુગાર રમતા ૪ ઝડપાયા
નવસારી : નવસારી ટાઉન પોલીસે બાતમીના આધારે નવસારીની પાણીની ટાંકી પાસે તીનપત્તીનો જુગાર રમતા ૪ને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, નવસારી પાણીની ટાંકી પાસે કોટ મહોલ્લા ખાતે ખુલ્લામાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળે જઈ છાપો મારતા તીનપત્તીનો જુગાર રમતા ૪ને ઝડપી પાડ્યા હતા. જેમાં નવસારી દાંડીવાડ રોડ શાંતાદેવી લાયબ્રેરી મીથીલા નગરી સામે રહેતા તુષારભાઈ કાંતીભાઈ રાઠોડ, નવસારી કોટ મહોલ્લામાં રહેતા કિશોરભાઈ લક્ષ્મણભાઈ સોલંકી અને ઈમ્તિયાઝ નિઝામ મુલ્તાની અને સુરત ભેસ્તાન ઇન્ડીયન ગેટની બાજુમાં મહાદેવનગરનું કનુ ગેસ એજન્સી રહેતા જયસીંગ ભગવાનભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી કુલ્લે ૪૬૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.