SURAT

સુરતમાં આઠ જેટલી ચોરીને અંજામ આપનાર રીઢો ચોર આ રીતે ઝડપાઈ ગયો

સુરત: (Surat) શહેરમાં રાત્રે વિવિધ વિસ્તારમાં ચોરી (Thief) કરતા નેપાળીને ક્રાઈમ બ્રાંચે (Crime Branch) બે લાખની રોકડ મળી કુલ 2.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતે અત્યારસુધી 8 ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચોરે ટોયલેટની વેન્ટિલેશન બારીમાંથી (Window) ઓફિસમાં (Office) પ્રવેશી 6 લાખની ચોરી કરી હતી.

  • શહેરમાં આઠ જેટલી ચોરીને અંજામ આપનાર રીઢો નેપાળી ચોર ઝડપાયો
  • ટોયલેટની વેન્ટિલેશન બારીમાંથી ઓફિસમાં પ્રવેશી 6 લાખની ચોરી કરી હતી
  • મેડિકલમાંથી અગાઉથી ગ્લોઝ ખરીદી કરી રાખ્યા હતા
  • આરોપી ચોરીના રૂપિયા મોજ-શોખ અને ખાવા-પીવામાં વાપરી નાંખતો હતો

ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે આરોપી હીકમત ઉર્ફે રાજ ખડકા કેસી (ખત્રી) (ઉ.વ.25, રહે : ટેસ્ટી ગાર્ડન રેસ્ટોરન્ટ ગ્રીન સિટી રોડ પાલ અડાજણ તથા મુળ દહીલેક નેપાળ (Nepal) તથા હાલ રહે. ગૂરૂગ્રામ, હરિયાણા) ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરીના રોકડા રૂપિયા 2 લાખ તથા એક મોબાઈલ ફોન (Mobile Phone) મળીને કુલ 2.05 લાખ રૂપિયાના મત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન કબુલાત કરી છે કે, દોઢેક મહિના પહેલા ઉધના- મગદલ્લા રોડ જે.એચ. અંબાણી સ્કુલ પાસે આગમ એમ્પોરીયા બિલ્ડિંગમાં તેને ચોરી કરી હતી.

મેડીકલમાંથી અગાઉ લીધેલા ગ્લોવ્ઝ પહેરીને- મોઢા પર રૂમાલ બાંધીને આગમ એમ્પોમરીયાના પાછળના ભાગે દિવાલ પર લોંખડના પાઈપ- વાયર વાટે ત્રીજા માળે આવેલા ટોયલેટની વેન્ટિલેશન બારીના કાચ તોડી ઓફિસમાં પ્રવેશયો હતો. ઓફિસમાં ડ્રોઅર ખોલીને રોકડા રૂપિયા છ લાખની ચોરી કરી હતી. આ ઉપરાંત પોતે સુરત શહેર ખાતે વર્ષ 2017 માં 1, વર્ષ 2018 માં 1 તથા 2019 માં 5 અને 2021 માં 1 મળી કુલ 8 જગ્યાએ રાત્રીની ઘરફોડ ચોરી કરી છે. ચોરીના રોકડા રૂપિયા ખાવા – પીવા મોજ શોખમાં ખર્ચ કરી નાંખેલાની કબુલાત કરી છે. પકડાયેલા નેપાળી આરોપીની સામે હૈદ્રાબાદ ખાતે બેગપેઠ પોલીસ સ્ટેશનમાં પણ ધરફોડ ચોરીનો અને ચોરીની કોશિષના બે ગુના દાખલ છે. આરોપી અહીંયા અડાજણ અને પછી ભટારમાં ચાઈનીઝની લારી ઉપર નોકરી કરતો હતો. નેપાલથી નોકરી કરવા આવ્યો અને સાથે સાથે મોજશોખ પુરા કરવા એકલો ચોરી પણ કરતો હતો.

Most Popular

To Top