SURAT

1 એપ્રિલથી ગ્રે-કાપડની ખરીદી ઉપર 1 ટકો દલાલી વિવર્સ ચૂકવશે!

સુરત: (Surat) ડાઇંગ પ્રોસેસિંગ ઉદ્યોગના (Industries) અગ્રણીઓ સાથે ફોસ્ટા, એસજીટીટીએ અને ફોગવાના આગેવાનો વચ્ચે યોજાયેલી સમાધાન બેઠક પછી વિવર્સ મૌન છે. બીજી તરફ 7 કાપડના વેપારીઓનાં સંગઠનોના બનેલા એક સંગઠન વ્યાપારી એકતા મંચ દ્વારા આ સમાધાનને ફગાવી દેવામાં આવ્યું છે. મંચની મંગળવારે યોજાયેલી બેઠકમાં વટાવ મામલે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, 1 એપ્રિલ-2021થી ગ્રે-કાપડની ખરીદી ઉપર 1 ટકો દલાલી વિવર્સ (Weavers) ચૂકવશે.

વ્યાપારી એકતા મંચના અગ્રણી લલિત શર્મા અને દિનેશ પટેલે જણાવ્યું હતું કે, નવા નાણાકીય વર્ષથી દલાલી વિવર્સે ચૂકવવી પડશે. આ મુદ્દે વિવર્સોનું વલણ પણ સકારાત્મક જોવા મળી રહ્યું છે. મંચ દ્વારા વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે, 1 એપ્રિલથી 1 ટકો દલાલી વેપારીઓ ચૂકવશે નહીં તે દલાલી વિવર્સ ચૂકવશે.

મંગળવારે યોજાયેલી બેઠકમાં ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ, રાજેશ અગ્રવાલ, એસજીટીટીએના સુનીલ જૈન, અન્ય વેપારી સંગઠનના દિનેશ કટારિયા, મહેશ જૈન, મુકેશ ડાગા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી માસથી વિવર્સ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોટેશન ચાર્જ માંગી રહ્યા છે. તો ટ્રેડર્સ 5 ટકા વટાવ અને 1 ટકા દલાલીની માંગણી કરી રહ્યા છે. તે વિવાદને લઇ પ્રોસેસર્સ દ્વારા સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ કોઇ પરિણામ આવ્યું નથી.

1 એપ્રિલથી ટ્રસ્ટોના જૂના ઇન્કમટેક્સ રજીસ્ટ્રેશન કેન્સલ ગણાશે

સુરત: 1 એપ્રિલ 2021 થી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, સ્કૂલ, કોલેજ, યુનિવસિર્ટીઝ, મેડિકલ સંસ્થા, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટો સહિત તમામ ઇન્કમટેક્સ કરમુક્તિ માટેના રજિસ્ટ્રેશન તથા ડોનેશન અંગેની મંજૂરી નવેસરથી મેળવવાની અરજી કમિશનર ઓફ ઇન્કમટેક્સને તા. 30/6/2021 પહેલા ઓનલાઇન સબમિટ કરવાની રહેશે. તે સાથે 16 ડિજિટનો નવો યુનિક કોડ 5 વર્ષ માટે માન્ય રહેશે. અને નવા ટ્રસ્ટોને પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન 3 વર્ષ માટે મળશે.

જાણીતા સી.એ. વિરેશ રૂદલાલે આ જોગવાઇ અંગે જણાવ્યું હતું કે, 1 એપ્રિલથી ટ્રસ્ટોના જુના ઇન્કમટેક્સ રજિસ્ટ્રેશન કેન્સલ ગણાશે તથા ગુજરાતના 2 લાખ એક્ટિવ ટ્રસ્ટોને આ નિર્ણયની સીધી અસર થશે. નવેસરથી રજિસ્ટ્રેશન અરજી અંગેના ફોર્મ નંબર 10 એ/ 10 એબી બહાર પાડવામાં આવ્યા છે. મુખ્ય ટ્રસ્ટીની ડિજિટલ સિગ્નેચર સાથે સબમિટ કરવાના રહેશે. આ ફોર્મની સાથે ટ્રસ્ટના રજિસ્ટ્રેશન માટે કરેલી અરજી, ટ્રસ્ટનું બંધારણ, ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટના કાયદા હેઠળનું, ચેરીટી કમિશનરનું સર્ટીફિકેટ, ઇન્કમટેક્સ કરમુક્તિ માટેનું કલમ 12/ એ નું રજિસ્ટ્રેશન, ડોનેશન મેળવતા ટ્રસ્ટોને કલમ 80- જીની મળેલી માન્યતા સર્ટીફિકેટ બહારથી ડોનેશન મેળવનારને FCR રજિસ્ટ્રેશન છેલ્લા 3 વર્ષના એટલે કે હિસાબી વર્ષ 2018-19 થી 2020-21 ના ઓડિટેડ હિસાબો તથા તમામની સેલ્ફ સર્ટીફાઇડ નકલો જોવી પડશે.

નવી જોગવાઇથી અનેક જુના ટ્રસ્ટોની મુશ્કેલીઓ વધશે

સી.એ. વિરેશ રૂદલાલે વધુમાં જણાવ્યું હતું કે ઘણા જૂના ટ્રસ્ટો 1970 પહેલા રજીસ્ટર્ડ થયા છે. તેઓની પાસે બંધારણ કદાચ મળી આવે પણ ઉદ્દેશ્યો અરજીથી નોંધાયેલા હોય તેઓને મુશ્કેલી પડશે. ચેરિટી કમિશનરનું સર્ટીફિકેટ અથવા ઇન્કમટેક્સ કરમુક્તિ કે ડોનેશન માન્યતાનું છેલ્લું સર્ટીફિકેટ ખોવાઇ ગયું હશે તો ખુબ મોટી અડચણો આવી શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top