સુરત : (Surat) દિવાળી (Diwali) ટાંણે બસો કરતા વધારે વેપારીઓ (Traders) સાથે થયેલી 200 કરોડની ઠગાઇમાં (Cheating) આજ દિન સુધી પોલીસ દ્વારા કોઇ આરોપીને (Accused) પકડવામાં આવ્યો નથી. આ તપાસ ઇકોનોમી સેલને (Economy Cell) સોંપાઇ હતી પરંતુ તેમાં પણ કોઇ દાટ વળ્યો નથી. સંખ્યાબંધ વેપારીઓએ આ મામલે સલાબતપુરા (Salabatpura) પીઆઇ કીકાણી અને પીએસઆઇ પનારની મિલીભગતની ફરિયાદો (Complaint) કરી હતી. આ મામલે સલાબતપુરા પોલીસ સામે ચોક્કસ ચિંટીગ ગેંગ સાથે બેસી ગઇ હોવાના ગંભીર આક્ષેપો થયા હતા.
આ મામલે ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને (CR Patil) પૂરાવા (Proof) પણ અપાયા હતા. તે બાદ એવું કહેવાય છે કે ગૃહમંત્રીએ (Home Minister) પોલીસ સ્ટાફના દોઢસો જવાનોની સાગમટે બદલી કરી હતી. અલબત સલાબતપુરા પોલીસ આ મામલે વિલન હતી પરંતુ જે પાંચસો કરતા વધારે વેપારીઓએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે તે મામલે પોલીસ દ્વારા આજદિન સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. દરમિયાન આ મામલે પીઆઇ કીકાણીને પણ બચાવી લેવામાં આવ્યા. ઇકોનોમી સેલમાં આ તપાસ હજુ પણ કાગળ પર બોલાઇ રહી છે. સરવાળે ચીટરોએ પોલીસને સાંધીને આખુ કૌભાંડ કર્યુ તેમાં પીઆઇ કીકાણીને તો કંઇ નહી કરાયું પરંતુ હજારો વેપારીઓ બરબાદ થઇ ગયા.
સલાબતપુરામાં ચીટર ગેંગના સૂત્રધારોની તપાસ જરૂરી
સલાબતપુરામાં એવુ કહેવાય છે કે ચોક્કસ ચીટર લોકોની આવન જાવન છે. આ લોકો દ્વારા ચીટરો સાથે પોલીસની સેટીંગબાજી કરાવાય છે. આવા સાત લોકો બદનામ છે. આ લોકોની ઇન્કવાયરી કરવામાં આવે તો વાસ્તવમાં પોલીસ અને ચીટરોની સાંઠગાઠ ખુલ્લી થઇ જાય તેમ છે.
ઇકોનોમી સેલ સામે અગાઉ જીએસટી બિલમાં પણ ફ્રોડના ગંભીર આક્ષેપો લાગ્યા હતા
ઇકોનોમી સેલમાં એવું કહેવાય છે કે અગાઉ પણ જીએસટીના ફ્રોડ બિલ બનાવનાર ચોક બજારના ચીટર સામે કોઇ કાર્યવાહી કરી નહી હતી પરંતુ તેને સાથે બેસા઼ડીને ઇકોનોમી સેલમાં કરોડો રૂપિયાના ખેલ કરાયા હતા. આ મામલે કમિ. અજય તોમરને ખબર પડતા તેઓએ એક પીઆઇ પાસેથી ચાર્જ લઈ લીધો હતો. સરવાળે શહેરના હજારો વેપારીઓ હાલમાં ચીટરોના ભરોસે છે.