SURAT

સુરતમાં કેસ ઘટયા છે, હવે તો સાંજે 6 વાગ્યા સુધી માર્કેટ ખુલ્લી રાખવા દો

સુરત: (Surat) રિંગરોડ અને સારોલીમાં આવેલી 170 જેટલી કાપડ માર્કેટ (Textile Market) ખોલવા માટેનો સમય સવારે 9થી બપોરે 3 વાગ્યાનો અત્યારે ચાલી રહ્યો છે. તેને બદલે હવે સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી માર્કેટ ચાલુ (Open) રાખવા વેપાર પ્રગતિમંચે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પાલિકા કમિશ્નર, પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર મોકલી માંગ કરી છે. મંચના સંયોજક સંજય જગનાનીએ જણાવ્યું હતું કે છેલ્લાં 23 દિવસથી ટેક્સટાઈલ માર્કેટ બંધ હતી તેને લીધે કાપડનો વેપાર ભાંગી પડ્યો છે.

23 દિવસ બાદ ગત શુક્રવારથી સરકાર દ્વારા સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી પરમિશન આપવામાં આવી હતી. જો કે, દુકાનો ખોલવામાં આવી છે પરંતુ તેમ છતાં વેપારીઓને ધંધો મળી રહ્યો નથી. કારણ કે, યુપી, બિહાર, કર્ણાટક, તામિલનાડુ, દિલ્હી, પંજાબ, રાજસ્થાન સહિતના અલગ અલગ રાજ્યોમાં લોકડાઉનના પગલે વેપારીઓ ખરીદી કરવા માટે આવી રહ્યા નથી. અને કર્મચારીઓ પણ ન હોવાને કારણે વેપારીઓને મુશ્કેલી થઈ રહી છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ‘વર્તનમાન સમયમાં ગુજરાત સરકારની ગાઈડલાઈને કારણે કોરોના કંટ્રોલમાં આવ્યો છે.

સાથે સાથે કાપડ માર્કેટ ખોલવાને કારણે માર્કેટની સ્થિતિ પાટા પર ચઢી રહી છે. પરંતુ કટિંગ અને પેકિંગમાં વેપારીઓને સમય ઓછો મળી રહ્યો છે. ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘હાલ માર્કેટ ખોલવા માટેનો સમય સવારે 9 વાગ્યાથી છે પરંતુ 10 વાગ્યા પછી ખરીદી કરવા માટે લોકો આવતા હોય છે. અને વેપારીઓને કટિંગ અને પેકિંગ કરવા માટે સમય નથી મળતો એટલા માટે વેપારીઓને વધારે સમય માટે દુકાન ખોલવા માટે પરવાનગી આપવી જરૂરી છે.’

  • જ્વેલર્સની દુકાનો અને શોરૂમ સવારે 10થી સાંજે 8 વાગ્યા સુધી ચાલુ રાખવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ
  • વરાછા-કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું હતું કે જ્વેલરી હાઇવેલ્યુ પ્રોડક્ટ હોવાથી દુકાન કે શોરૂમમાં ભીડ થતી નથી

વરાછા-કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા શહેરના જ્વેલર્સોની (Jewelers) દુકાન અને શોરૂમ સવારે 10થી સાંજે 8 વાગ્યા સુધી ખોલવાની પરવાનગી આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર મોકલ્યું છે આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રીટેલ સેક્ટરમાં સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ટ્રેડિંગ કરવાની અને તે પછી દુકાનો બંધ રાખવાના પરિપત્રમાં જ્વેલર્સને ખોટી રીતે સામેલ કરવામાં આવ્યા છે. જ્વેલરી હાઇવેલ્યુની પ્રોડક્ટ છે અને કોરોના પછી લોકોની ખરીદ શક્તિ પણ ઘટી છે. જ્વેલર્સને ત્યાં જ્વેલરી ખરીદવા માટે લાઇન લાગવાનો કે ભીડ ભેગી થવાનો પ્રશ્ન ઊભો થતો નથી. તેથી સવારે 10થી રાતે 8 વાગ્યા સુધી દુકાનો અને શોરૂમ ઓપન રાખવા જોઇએ. વરાછા-કતારગામ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ પ્રતાપ ચોડવડિયા જણાવ્યું હતું કે, ‘હાલમાં લગ્નસરાની સિઝન માટે થોડીક ઘરાકી જોવા મળી રહી છે. મોટા ભાગે ગ્રાહકો બપોર પછી ખરીદી કરતા હોવાથી વેપારને અસર થઇ રહી છે.

Most Popular

To Top