SURAT

આજે હનુમાન જયંતિ: શહેરના હનુમાન મંદિરો ‘જય બજરંહબલી’ના નાદથી ગુંજી ઉઠશે

સુરત: (Surat) રામ ભક્ત હનુમાનજીની જયંતિ (Hanuman Jayanti) દર વર્ષે ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, વીર હનુમાનજી રુદ્રાવતાર છે. એમનો જન્મ ચૈત્ર પૂર્ણિમાના દિવસ મંગવારે થયો હતો. હનુમાનજીનો જન્મ ભગવાન રામની સેવા માટે થયો હતો. એમણે સીતા માતાની શોધ અને લંકા વિજય કરવા માટે પ્રભુ રામની મદદ કરી હતી. હિંદુ કેલેન્ડર અનુસાર, આ વર્ષે ચૈત્ર પૂર્ણિમા તિથિ 05 એપ્રિલ, બુધવારના રોજ સવારે 09:19 વાગ્યે શરૂ થશે અને 06 એપ્રિલ, ગુરુવારે સવારે 10:04 વાગ્યે સમાપ્ત થશે.

  • આજે હનુમાન જયંતિ: શહેરના હનુમાન મંદિરો ‘જય બજરંહબલી’ના નાદથી ગુંજી ઉઠશે
  • ઠેર ઠેર હનુમાન ચાલીશા, બટુક ભોજન સહીતના આયોજનો : પાલ અટલ આશ્રમમાં 4500 કીલો સહીત ઘણા મંદિરોમાં વિશાળ લાડુ બનાવાયા

આવી સ્થિતિમાં ઉદયતિથિના આધારે 06 એપ્રિલને ગુરુવારે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે વ્રત રાખવામાં આવશે અને વીર બજરંગબલીની પૂજા કરવામાં આવશે.જે લોકો હનુમાન જયંતિની સાંજે પૂજા કરવા માંગતા હોય તેઓ સાંજે 05.07 થી 08.07 દરમિયાન કરી શકે છે. હનુમાન જયંતિનો શુભ સમય સાંજે 05:07 થી 06:42 સુધીનો છે. બીજી તરફ, સાંજે 06.42 થી 08.07 સુધીનો અમૃત શ્રેષ્ઠ સમય છે.

આવતીકાલે હનુમાન જન્મોત્સવની દેશભરમાં ભવ્ય ઉજવણી જોવા મળશે. ત્યારે સુરતમાં હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના પાલ ખાતે આવેલા અટલ આશ્રમ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની વિશેષ ઉજવણીના ભાગરૂપે આ વર્ષે 4500 કિલોનો વિશાળ સવામણી લાડુ પ્રસાદ માટે બનાવવામાં આવશે. જેને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અટલ આશ્રમ ખાતે આ રીતની ઉજવણી છેલ્લા 2004થી કરવામાં આવે છે. વર્ષ 2004માં 551 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો હતો, જે આ વર્ષે 4500 કિલો સુધી પહોંચ્યો છે. સુરત શહેરમાં આવેલા વિવિધ મંદિરોમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. મંદિરોની અંદર રામધૂન, સુંદરકાંડના પાઠ, મહાપૂજા, મહાઆરતી, ભંડારા સહિતના આયોજનો કરવામાં આવી રહ્યા છે. આવતીકાલે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડશે અને મંદિરો જય બજરંગ બલીના નાદ સાથે ગુંજી ઉઠશે.

Most Popular

To Top