SURAT

આગામી દિવસોમાં ફરી એકવખત કાતિલ ઠંડીનો સામનો કરવા સુરતીઓએ તૈયાર રહેવું પડશે

સુરત: (Surat) રવિવારે પવનની દિશા બદલાને કારણે શહેરના તાપમાનમાં (Temperature) વધારો જોવા મળ્યો છે. શહેરનું તાપમાન 31.5 ડિગ્રી રહેતા શહેરીજનોએ ભરશિયાળે ગરમી અનુભવી હતી! આગામી સાતેક દિવસ સુધીમાં ફરીથી વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે ત્યારે ઠંડીનું (Cold) પ્રમાણ ખાસ્સું ઘટી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી છે. ખાસ કરીને ફરીથી એક વખત કાતિલ ઠંડીનો સામનો કરવા સુરતીઓએ તૈયાર રહેવું પડશે કેમકે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સુધી ગગડી શકે છે.

  • આગામી દિવસોમાં ફરી એકવખત કાતિલ ઠંડીનો સામનો કરવા સુરતીઓએ તૈયાર રહેવું પડશે
  • જોકે પવનોની દિશા બદલાતાં રવિવારે શહેરનું તાપમાન 31.5 ડિગ્રી રહેતા હાલ ગરમીનો અનુભવ

છેલ્લા ત્રણેક દિવસથી ઉત્તર પૂર્વ દિશા તરફથી ફૂંકાતા ઠંડા અને સૂકા પવનોની ગતિ સ્થિર જોવા મળી છે. વળી શનિવારે મોડી સાંજથી જ પવનની દિશા પણ બદલાઈ ગઈ હતી. રવિવારની મોડી સાંજે ફરી પવનની દિશા બદલાઈ હતી અને ઉત્તર પૂર્વ દિશા તરફથી છ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાયો હતો. આમ પવનની ગતિ ખૂબ ઓછી થઈ ગઈ હતી જેના કારણે શહેરનું મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી રહ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગે આગહી કરતા જણાવ્યું હતું કે શહેરમાં ફરી ઠંડીનો રાઉન્ડ આવશે. અઠવાડિયામાં લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રીથી ગગડીને 13 ડિગ્રી સુધી આવી શકે છે. જેથી શહેરીજનોએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. આવતીકાલને સોમવારથી ક્રમશઃ ઠંડીનું જોર વધશે. આગામી દિવસમાં ઉત્તરના બર્ફિલા પવનોનું જોર વધશે. જેને લઇ ઠંડીનો ચમકારો શરૂ થશે. આ વખતે સિઝનમાં સૌથી વધુ 13.6 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. સુરત શહેરમાં ઠંડીના એક દાયકાના આંકડા મુજબ જાન્યુઆરીમાં 11થી 12 ડિગ્રી સુધી લધુત્તમ તાપમાન ગયું હોવાનું નોંધાયું છે.

Most Popular

To Top