SURAT

‘ઝુકેગા નહીં, છોડેગા નહી સાલા, જો ભી હો જાયે’, સુરતની શિક્ષિકાને સોશિયલ મિડીયા પર ધમકી

સુરત :(Surat) વડોદ ખાતે રહેતી અને ભેસ્તાનની શાળાની શિક્ષિકાના (Teacher) વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પરથી ફોટો (Photo) લઈને પંકજ રાજ નામના ફેસબુક (Facebook) આઈડી ઉપર અપલોડ કરી દેવાયા હોવાની ફરિયાદ (Complain) પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

ભેસ્તાનની શિક્ષિકાના ફોટા સોશિયલ સાઈટ પરથી અજાણ્યાએ પોતાના ફેસબુક પર અપલોડ કરી દીધા

વડોદ ખાતે રહેતી 35 વર્ષીય પ્રિયા (નામ બદલ્યું છે) ભેસ્તાન ખાતે આવેલી ખાનગી શાળામાં શિક્ષિકા છે. પ્રિયાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 31 માર્ચે તેમના ફેસબુક ફ્રેન્ડ અને એક મિત્રએ ફોન કરીને કોઈ પંકજ રાજ નામના ફેસબુક ધારકે પ્રિયાના ફોટો પોતાના આઈડી ઉપર અપલોડ કર્યા હોવાનું કહ્યું હતું. પ્રિયાના મિત્રએ પંકજ રાજને ફોટો અપલોડ નહીં કરવા સૂચના આપી હતી. જો ફોટો અપલોડ કરશે તો પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપી હતી. ત્યારબાદ પંકજ રાજ નામની ફેસબુક આઈડી પર ‘છોડેગા નહી સાલા, ઝુકેગા નહીં સાલા, જો ભી હો જાયે’ તેવા ડાયલોગ લખી મોકલ્યા હતા. પાંડેસરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

કાપોદ્રામાં પકડાયેલા કુટણખાનાની વોન્ટેડ મહિલા સંચાલિકા ઝડપાઈ
સુરત: કાપોદ્રા ખાતે પોલીસે ત્રણ દિવસ પહેલા મકાનમાં રેડ કરી હતી. જ્યાંથી બે લલના અને બે ગ્રાહકને ઝડપી પાડ્યા હતા. કુટણખાનાની વોન્ટેડ મહિલા સંચાલિકાને એસઓજીએ આજે ઝડપી પાડી હતી.

કાપોદ્રા પોલીસની હદમાં આવેલા સાગર રોડ અશોક વાટીકામાં ગત 27 તારીખે રેડ કરાઈ હતી. જ્યાંથી બે લલનાઓ અને બે ગ્રાહક મળી આવ્યા હતા. પુછપરછ દરમિયાન આ મકાન ભાડે રાખી તેમા કુટણખાનુ એક મહિલા દ્વારા ચલાવવામાં આવતુ હોવાની માહિતી મળી હતી. તપાસ દરમિયાન એસઓજીની ટીમને અશોક વાટીકા સોસાયટી દર્શન નોવેલ્ટીની સામે મહિલા ઉભી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે અલ્પાબેન પરેશભાઈ બારડ (ઉ.વ-૩ર ધંધો-ઘરકામ રહે- ૨૦૧, ઓમ પેલેસ શાલીગ્રામ પાસે પાસોદરા તથા મુળ પાલીતાણા, ભાવનગર) ને ઝડપી પાડી હતી. મહિલાની પુછપરછ કરતા જણવા મળ્યું હતું કે, પૈસા કમાવવાની લાલચે મકાન ભાડેથી રાખી બહારથી લલનાઓને બોલાવતી હતી. અને તેમની પાસે બહારથી આવેલા ગ્રાહકો સાથે શરીર સુખ માણવાની સવલતો પુરી પાડતી હતી. આ બદલામાં તેમને ગ્રાહકો પાસેથી જે પૈસા મળતા તેમાથી થોડા પૈસા લલનાઓને આપી બાકીના પૈસા પોતે રાખતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સુરત પોલીસે શહેરની બદી સમાન કુટણખાના ઉપર કાર્યવાહી શરૂ કરી છે અને ઠેર ઠેર ચાલતા કુટણખાનાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Most Popular

To Top