SURAT

શિક્ષિકાના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરી લખ્યું, ‘મીટ માઇ બ્યુટિફુલ ગર્લફ્રેન્ડ’

સુરત: (Surat) અડાજણમાં રહેતી શિક્ષિકાના ફોટા સોશિયલ મીડિયા ઇન્સ્ટ્રાગ્રામ ઉપર અપલોડ કરીને નીચે લખાયું હતું કે, ‘મીટ માઇ બ્યુટિફુલ ગર્લફ્રેન્ડ’. (Girl Friend) આ ઉપરાંત અન્ય મહિલાઓના ફોટા પણ મુકીને અંગ્રેજીમાં લખાયું હતું કે, ‘આઇ એમ સો લક્કી ટુ હેવ સો મેની વુમન ઇન લાઇફ’. આ બાબતે ફોટા અપલોડ કરનારની સામે અડાજણ પોલીસમાં (Police) ફરિયાદ આપવામાં આવી હતી.

  • હેરીફોરએવર1313 નામના એકાઉન્ટધારકે અન્ય મહિલાઓના ફોટા પણ અપલોડ કર્યા હતાં
  • બામદાં અંગ્રેજીમાં લખ્યું હતું કે, ‘આઇ એમ સો લક્કી ટુ હેવ સો મેની વુમન ઇન લાઇફ’
  • પારિવારિક સંબંધોમાં સાથે પાડેલા ફોટાનો ગેરલાભ લેવાયો

પ્રાપ્ત વિગતો મુજબ, અડાજણમાં રહેતા અને પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા કરીનાબેન (નામ બદલ્યું છે)ની મુલાકાત હરીશ પ્રજાપતિ નામના યુવક સાથે થઈ હતી. તેઓને પારિવારીક સંબંધો હોય હરીશભાઇ અને તેમના પત્ની હેતલબેન અવારનવાર ઘરે આવતા હતા. કરીનાબેનના એક સગાએ તેમને ફોન કરીને કહ્યું કે, ઇન્સ્ટ્રાગ્રામમાં ‘હેરીફોરએવર1313’ નામના એકાઉન્ટમાં તારો અને હરીશનો ફોટો અપલોડ થયો છે. સંબંધીએ તેના સ્ક્રીનશોટ પાડીને કરીનાબેનને મોકલાવ્યા હતા.

ત્યારબાદ કરીનાબેનએ ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટમાં જોતા તેમાં અન્ય મહિલાઓના ફોટા પણ મુકાયા હતા. કરીનાબેનના ફોટાની નીચે લખ્યું હતું કે, ‘‘મીટ માય બ્યુટીફુલ ગર્લફ્રેન્ડ, આઇ એમ સો લકી ટુ હેવ સો મેની વુમન ઇન લાઇફ’’. પોતાની સાથે અન્ય મહિલાઓના ફોટા અપલોડ કરનાર ‘હેરીફોરએવર1313’ એકાઉન્ટ હેતલબેન પ્રજાપતિ ઉપયોગ કરતા હતા. હેતલબેનએ સંબંધનો ગેરફાયદો ઉઠાવીને કરીનાબેનના ફોટા અપલોડ કર્યા હોવાની ફરિયાદ અડાજણ પોલીસમાં કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

શ્રમજીવી મહિલા રાત્રે બાથરૂમ ગઈ તો કાકા સસરાએ બાથરૂમમાં જ બળાત્કાર ગુજાર્યો

સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં પાલનપુરા ગામમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર શ્રમજીવી મહિલાની તેના કાકા સસરાએ જ બાથરૂમમાં લાજ લીધી હોવાની ઘટના ઉતરાયણના દિવસે બની હતી. મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ઘટનાની વધારે તપાસ હાથ ધરી છે.

અડાજણ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાલનપુર ગામમાં સોહમ સાઈટ નામે કન્સ્ટ્રક્શનની નવી સાઈટ ચાલે છે. જ્યાં મધ્યપ્રદેશ રતલામથી મોટી સંખ્યામાં શ્રમજીવીઓ આવીને કામ કરે છે અને ત્યાંજ ઝુપડા બનાવી વસવાટ કરે છે. ગત 14 જાન્યુઆરીએ રાત્રે નવ વાગ્યાના આસપાસ 28 વર્ષીય શ્રમજીવી મહિલા બાથરૂમ કરવા માટે ઉઠી હતી. ત્યારે મહિલાના કાકા સસરા પુંજા મેહજી ખરાડી (રહે. ગામ-લામ્બીસાદડ, રતલામ, મધ્યપ્રદેશ) એ ત્યાં આવી પૂત્રવધુને પકડીને બાથરૂમમાં લઈ ગયો હતો. અને તેણીને નીચે પાડીને તેની ઇચ્છા વિરૂધ્ધ જોર જબરજસ્તી કરીને દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ બુમો પાડવાની કોશિષ કરતા તેણીનું મોઢું દબાવી કોઇને આ વાત કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ ઘટના બાદ ઉતરાણ હોવાથી શ્રમજીવી પરિવાર તેમના વતન મધ્યપ્રદેશ જતા રહ્યા હતા. વતન ગયા પછી મહિલાએ તેના પતિને સમગ્ર ઘટના વર્ણવતા તેઓએ વતનથી આવીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. અડાજણ પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપીને શોધખોળ આરંભી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top