SURAT

સુરતમાં સાંજથી દેખાશે વાવાઝોડાંની અસર, આ હશે પવનની ગતિ અને દરિયાની સ્થિતિ

સુરતઃ (Surat) તૌકતે વાવાઝોડું (Cyclone) ગોવા અને મુંબઈથી પસાર થઈ ગયા બાદ હવે ગુજરાત (Gujarat) તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તે દક્ષિણ ગુજરાત અને સુરતને પણ અસર કરશે. વાવાઝોડાને કારણે સુરતમાં 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે જે વધીને 100 કિલોમીટર થઈ શકે છે. ઉપરાંત દરિયામાં (Sea) પણ 2 મીટર જેટલા ઉંચા મોજા ઉછળી શકે છે. સુરતમાં આ વાવોઝોડાની અસર 17 મે સાંજથી શરૂ થઈ 18મી મે બપોર સુધી રહી શકે છે. જેને જોતા જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલે લોકોને એલર્ટ (Alert) રહેવા સૂચના આપી છે. સાથેજ સુરત મહાનગર પાલિકાના કમિશનર અને મેયરે પણ સુરતના દરિયાઈપટ્ટી વિસ્તારોની મુલાકાત લીધી હતી.

વાવાઝોડાની સામે અગમચેતીના ભાગરૂપે સુરત જિલ્લાના હજીરા વિસ્તારના દરિયાકિનારાના ગામલોકોની સુરક્ષા અને સલામતી માટે આજે સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ હેમાલી બોઘાવાલા સહિતની ટીમે દરિયાપટ્ટીના વિસ્તારના ગામોની મુલાકાત લીધી હતી. આ વેળાએ ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશ પટેલ, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની, ખાસ ફરજ પરના અધિકારીશ્રી એમ.થેન્નારસને સુવાલી ગામ તથા સુવાલીબીચની મુલાકાત લઈ કાચા ઘરોમાં રહેતા લોકોને ત્વરિત સલામત સ્થળે ખસેડવા અંગે તંત્રને સૂચનાઓ આપી હતી.

સુવાલી ગામે કોમ્યુનિટી હોલ ખાતે સ્ટેન્ડ બાય રહેલી એન.ડી.આર.એફ.ની ટીમને સતર્ક રહેવા તથા ગામના સરપંચ સહિતના લોકોને વાવાઝોડા દરમ્યાન સલામતી માટેના ત્વરિત પગલા અને રેસ્ક્યુ કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. વાવાઝોડાની અસર દરિયાપટ્ટી વિસ્તારમાં થાય તે દરમ્યાન લોકોનું સ્થળાંતર કરવામાં સાથ સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો.

ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમ લી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તાઉ-તે સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે ૧૦.૩૦ કલાકે દીવથી ૧૯૦ કિ.મી. દૂર સ્થિત હતું. તાઉ-તે સ્ટ્રોમ ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં ૧૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ સાયક્લોન આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના ૧૦.૦૦ થી ૧૧.૦૦ કલાક દરમિયાન પ્રવેશશે ૧૫૫થી ૧૮૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ ૧૮૫ કિ.મી. પ્રતિ કલાક સુધી રહી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ ૧૫૦થી ૧૮૫ કિ.મી. પ્રતિ કલાક રહેવાની શકયતા છે.

ગુજરાતમાં મોટી આફતના અણસાર, 25 વર્ષ બાદ વેરાવળના દરિયાકાંઠે લાગ્યું 10 નંબરનું સિગ્નલ, લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
ગુજરાતના વાવાઝોડાની નોંધાયેલી તવારીખમાં ૧૫૦ કિમીથી વધુ પવન ફૂંકાયો હોય એવા બે સાયકલોન ૧૯૯૮ અને ૧૯૮૨માં આવ્યા હતા. ૨૦૦૧નું વાવાઝોડું ઘણું મજબૂત હતું પણ કિનારે આવીને નબળું પડી ગયેલું. આટલી તીવ્રતાનું વાવાઝોડું લગભગ ૨૩ વર્ષ બાદ ગુજરાતની ધરતીને ટકરાશે તેવી શક્યતા છે.

બીજી તરફ ગુજરાતમાં (Gujarat) ત્રાટકવાની આગાહીના પગલે એનડીઆરએફની ટીમો (NDRF team) જામનગર (Jamnagar)ખાતે હવાઈ માર્ગે પહોંચી હતી ખાસ હવાઈ જહાજ મારફત જામનગર એરફોર્સ સ્ટેશને આવી પહોંચી હતી. આ ટીમોને જુદા જુદા વાહનો મારફત જામનગર થી સૌરાષ્ટ્રભરના વાવાઝોડું જ્યાં ત્રાટકી શકે છે તેવા વિસ્તારોમાં મોકલવામાં આવી હતી. તૌક્તે વાવાઝોડું આગામી 18 મેના રોજ ગુજરાતના દરીયાકિનારે ત્રાટકવાની દહેશતને પગલે ગુજરાતમાં રાજ્ય સરકાર અને દરિયા કિનારાના વિસ્તારોમાં આવેલ જિલ્લાઓમાં સ્થાનિક તંત્ર એલર્ટ બન્યું છે ખાસ સૌરાષ્ટ્રના દરિયાકિનારે વાવાઝોડાની અસર થવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.

Most Popular

To Top