SURAT

સુરતના અડાજણમાં રહેતી બહેને તાન્ઝાનિયાથી લીંબુ મંગાવ્યા, ભાઇ 20 કિલો લેતો આવ્યો!

સુરત: (Surat) દેશભરમાં મોંઘવારી હાલ આસમાને છે. શાકભાજીના ભાવમાં ભારે ઊછાળો નોંધાયો છે અને તેંમાયે લીંબુના (Lime) ભાવ મધ્યમવર્ગીય પરિવારના બજેટની બહાર થઈ ગયા છે. લીંબુ મોંઘા થતાં વોટસએપ અને સોશયલ મીડિયામાં અજીબો ગરીબ રમૂજી મેસેજ ફરતા થયા છે. લોકોએ પોતોપોતાની રીતે લીંબુનો રસ રમૂજમાં નીચાવવાનો ચાલુ કર્યો હતો. લીંબુને લઇને આજે અડાજણના દેસાઈ પરિવારમાં એક રમૂજી કિસ્સો બન્યો હતો. દક્ષિણ આફ્રિકાના (Africa) તાન્ઝાનિયાથી (Tanzania) સુરત આવેલા ભાઇએ બહેનનો પડતો બોલ ઝીલી અધધ… 20 કિલો લીંબુ ઊંચકીને લઇ આવ્યો હતો.

મોટાભાગે વિદેશથી જ્યારે કોઈ આવે છે તો પરિવાર માટે મોંઘાદાટ પર્ફ્યુમ, ઇન્ટનર નેશનલ બ્રાન્ડની કોમ્સમેટિક પ્રોડ્કટ કે પછી ચોકલેટ કૂકીસ સહિતની ચીજવસ્તુઓ લાવતા હોય છે. પરંતુ હાલ દેશભરમાં સોસાયટીઓ, શેરીઓથી સંસદ સુધી લીંબુ ચર્ચાનો વિષય બન્યો છે. તે સ્થિતિ વચ્ચે સુરતમાં પણ લીંબુને લઈને એક બહેનની પોકાર છેક સાત સમંદર પાર તાન્ઝાનિયાના દારેસલામમાં શહેરમાં વસતા ભાઇને સંભળાયો હતો. જેના કારણે એક રમૂજી કિસ્સો બહાર આવ્યો છે. અડાજણ ખાતે રહેતા ઝંખનાબેન દેસાઈનો ભાઈ દક્ષિણ આફ્રિકામાં તાન્ઝાનિયા ખાતે રહે છે. તેઓ એક-બે વર્ષમાં સુરતમાં પરિવારને મળવા આવતા હોય છે. સુરત પરિવાર માટે તેઓ દર વખતે મોંઘી અને જરૂરી વસ્તુઓ લઈને આવે છે. આ વખતે તેમને બહેનને આફ્રિકાથી શું લઈને આવું પુછતા બહેને મસ્તી મસ્તીમાં ભાઈ અહીંયા લીંબુ બહું મોંઘા છે એક કામ કરજે આવતી વખતે લીંબુ લેતો આવજે.

બહેનની આ વાત સાંભળીને ભાઈ ખરેખર તાન્ઝાનિયાથી 20 કિલો લીંબુ લઈને આવ્યો હતો. શહેરમાં હાલ લીંબુની કિંમત 300 રૂપિયા કિલો છે. બહેનની મજાકને ગંભીરતાથી લઈને ભાઈ બહેન માટે ત્યાંથી 45 રૂપિયા કિલોના ભાવના 20 કિલો લીંબુ લઈને આવ્યો હતો. લીંબુ ભરેલી બેગ બહેન પાસે ઓપન કરાવતા બહેન પણ ઢગલો લીંબુ જોઇ અવાક થઇ ગઇ હતી. અને ક્ષણભર પછી ભાઇને મળવા સાથે લીંબુનો આ કિસ્સાને લઇને પરિવારમાં હાસ્યની છોળ ઉડી હતી. ઉલ્લેખનીય છે કે તાન્ઝાનિયામાં લીંબુને ડીમુ કહેવાય છે. ડીમુ ગીફટને લઇને આ ઘટના આસપાસ રહેતા પાડોશીમાં પણ અચરજ ફેલાવી ગઇ હતી.

એક મુસાફર જેટલુ વજન લાવે તેટલુ તો લીંબુ માટે ફાળવ્યું
અડાજણના દેસાઇ પરિવારમાં લીંબુ ગીફટનો બહાર આવેલો કિસ્સો રમૂજી બનવા સાથે રોચક પણ બન્યો હતો. ભાઇએ એક બહેનને ખુશ કરવા ઢગલો લીંબુ આંખ સામે મૂકી દેતા વાતાવરણમાં ખુશી ફેલાઇ ગઇ હતી બની . બહેને પાસે મોટી બેગ ખોલાવતા તેમા લીંબુનો ખજાનો નીકળતા બહેનના ચહેરા ઉપર ખુશી છલકાઇ ગઇ હતી. આ અંગે ઝંખના દેસાઇએ કહયુ હતુ કે તેમના ભાઇએ એક મુસાફરને ફલાઇટમાં લઇ જવા દે તેટલુ વજન માત્ર લીંબુ માટે ફાળવ્યુ હતું.

Most Popular

To Top