SURAT

બે વર્ષ બાદ ફરી શહાદતની રાત્રિએ સુરતના કોટ વિસ્તારમાં નિકળશે તાજીયા જુલૂસ

સુરત: (Surat) સુરતના કોટ વિસ્તાર અને રાંદેર વિસ્તારમાં આજે શનિવારથી ચાર દિવસ સુધી મોહરમની ધૂમ રહેશે. કલાત્મક તાજીયા જોવા લોકો દૂર દૂરથી આવશે. તાજીયાના દર્શનની સાથે લોકો સબીલનો પણ લાભ લેશે. સુરતમાં કોરોના કાળના બે વર્ષ વિત્યા બાદ હવે ઉત્સવોનો (Festival) માહોલ જોવા મળી રહ્યો છે. ધાર્મિક સંગઠનો આ વર્ષે દરેક ધાર્મિક ઉત્સવ પરંપરાગત રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે મુસ્લિમ ધર્મમાં મહત્વપૂર્ણ કહેવાતા એવા મોહરમનો (Moharam) તહેવાર પણ આ વખતે પરંપરાગત રીતે ઉજવાશે. બે વર્ષ બાદ સુરતના કોટ વિસ્તારમાં (Wall City) શહાદતની રાત્રિએ ફરી તાજીયાનું જુલૂસ નિકળશે. જોકે આ વખતની ખાસ વાત એ છે કે આ વખતે વિવિધ તાજીયા સંગઠનો દ્વારા નાના તાજીયા બનાવવામાં આવ્યા છે. જોકે આ તાજીયામાં (Tajiya) અસલી સુરતી કલાત્મકપણું અને સંસ્કૃતિ ઝળકશે તેમાં કોઈ બે મત નથી.

ગયા વર્ષે મોહરમના તહેવારમાં તાજીયાનુ જુલૂસ જે તે વિસ્તાર પુરતું સિમિત રાખવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે મંગળવારે યવમે આશુરાના દિવસે પરંપરાગત રીતે તાજીયાનું જુલુસ કાઢવામાં આવશે. સાથેજ કતની રાત્રે શહેરના કોટ વિસ્તારમાં તાજીયા જુલૂસ કાઢવાની વર્ષો જુની પરંપરા છે. તે મુજબ કતલની રાત્રે પણ તાજીયા જુલૂસ કાઢવામાં આવશે. આ અંગે સુરત શહેર તાજીયા કમીટી પ્રમુખ અસદ કલ્યાણીએ જણાવ્યું હતુ કે કરોના કાળના બે વર્ષના વિરામ બાદ શહાદત ની રાત્રીએ તાજીયા જુલુસ શહેરમાં ઝાંપાબાઝાર દેવડી થી ઝાંપાબાઝાર સળિયા માર્કેટ થી ઘાસબજાર થઈ મોતી સિનેમા થી મુંબઈ વડ થઈ નવાબવાડી નવાબ મહેલ થી પરત મુંબઈવાડ થી બેગમપુરા મુરગવાનટેકરા તેમજ વાંસફોડા પુલ થી પોત પોતાની થાનક પર પરત ફરશે.

યવમે આશુરાના દિવસનો આ રૂટ રહેશે
પરંપરાગત રૂટ થીજ યવમે આશુરાના દિવસે પણ તાજીયાનું જુલૂસ નિકળશે. બેગમપુરા મોટી સિનેમા થી રાજમાર્ગ થી ટાવર થી ભાગળ ચાર રસ્તા થઈ લાલગેટ ભાગાતલાવ થી ચોક DCB પોલીસ સ્ટેશન થી મુગલાઇસારાઈ થઈ વરિયાવી બજાર ચોકી થી હોડી બંગલા કરબલાના મેદાન પાસે તાજીયા ઠંડા કરવામાં આવશે.

મોહરમ ના તહેવાર નિમિત્તે શહેર તજીયા સ્થાપના અને તાજીયા જુલુસ કોમી એકતા ના માહોલમાં શાંતીમય રીતે ધર્મિકતાથી સંપન્ન થાય એ વાતને લઇ શહેર પોલીસ પણ સતર્ક છે. સુરતના પોલીસ અધિકારી પ્રવીણ મલના અઘ્યક્ષસ્થાને લાલગેટ પોલીસ સ્ટેશન અને ચોક પોલીસ સ્ટેશનના તાજીયા આયોજકો સાથે આ સંદર્ભે એક બેઠક પણ યોજાઈ ગઈ. પોલીસ શાંતી સમિતિના ના સભ્યો સુરત શહેર તાજીયા કમિટી ના હોદ્દેદારો FOP તેમજ સમાજના અગ્રણીઓ ની એક અગત્યની મિટિંગ મરજાન સામી હોલ સૈયદપુરા ખાતે મળી હતી. બેઠકમાં DCP ભાવનાબેન પટેલ, સુરત શહેર તાજીયા કમીટી પ્રમુખ અસદ કલ્યાણી, અગ્રણી અયુબ પટેલએ સંબોધન કર્યુ હતું.

પોલીસ અને તાજીયા કમિટી તથા તાજીયા સંગઠનોની બેઠકમાં Dysp આહીરે, લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ભ્રહ્મભટ, ચોક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઉપરાંત તજીયા વ્યવાસ્થા કમીટી પ્રમુખ સાજીદ જમાદાર સુરત શહેર તાજીયા કમીટી ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top