સુરત(Surat) : જો તમે સુરત શહેરમાં રહેતા હોવ અને તમારી પાસે સ્વીફ્ટ ડીઝાયર (Swift Desire) કાર (Car) હોય તો સાચવજો. કારણ કે સુરતમાં સ્વીફ્ટ કારની ચોરી (Theft) કરતી ટોળકી સક્રિય થઈ છે. આ ટોળકીએ એક જ રાતમાં શહેરમાંથી 3 સ્વીફ્ટ કાર ચોરી લીધી છે. શહેરના પૂણા ગામ અને અડાજણ વિસ્તારમાંથી ત્રણ સ્વીફ્ટ ડીઝાયર કાર ચોરાયાની ફરિયાદ પોલીસ (Police Complaint) ચોપડે નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજની (CCTV Footege) મદદથી આ ચોર ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ પોલીસ દ્વારા સ્વીફ્ટ કાર ચોરીને લઈ જતા ચોર ટોળકીના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે.
આ ત્રણ બનાવ પૈકી પહેલા કેસની વિગત એવી છે કે વેપારી અશોક દામજી પટેલ પૂણામાં આઈમાતા રોડ પર સપ્તર્ષિ રોહાઉસમાં રહે છે. તેઓએ તા. 21મીના રોજ સ્પીફ્ટ ડિઝાયર કાર બંગલાની (Bunglow) બહાર યુનિટી હોસ્પિટલની (Unity Hospital) બાજુમાં પાર્ક કરી હતી. ત્યારે રાત્રિના સમય દરમિયાન અજાણ્યાઓ ડુપ્લીકેટ ચાવીથી (Duplicate Key) લોક (Lock) ખોલી અથવા તો કાચ તોડી કાર ચોરી ભાગી ગયા હતા. કાર ચોરીના બીજા બે બનાવ અડાજણમાં બન્યા છે. અડાજણમાં એલપી સવાણી રોડ પર પર્ફોમીંગ આર્ટ સેન્ટરની બાજુમાં ભવન્સ રેસીડેન્સી ખાતે રહેતાં જમીન દલાલ કશ્યપ ચંદ્રકાંત જાનીએ આર્ટ સેન્ટરના ફૂટપાથ પરના પાર્કિંગમાં કાર પાર્ક કરી હતી. ત્યારે 20 ઓગસ્ટની રાતે અજાણ્યાઓ કાર ચોરી ગયા છે.
છેલ્લો બનાવ હનીપાર્ક રોડ પર બન્યો છે. અહીં સરસ્વતી સ્કૂલની સામે પ્રતિભા રો હાઉસમાં રહેતા નોકરીયાત સંદીપ હસમુખભાઈ પટેલની સ્વીફ્ટ ડિઝાયર કાર 20મી ઓગસ્ટની રાત્રે અજાણ્યા ચોરી ગયા છે. 24 કલાકમાં શહેરમાં 3 ઠેકાણેથી સ્વીફ્ટ ડિઝાયર કારની ચોરી થતાં પોલીસ ચોંકી ગઈ છે. શહેરમાં સ્પેશ્યિલ સ્વીફ્ટ ડિઝાયર કાર જ ચોરતી ટોળકી સક્રિય થયું છે, ત્યારે પોલીસે આ ચોર ટોળકીને ઝડપી પાડવા રાત્રિ પેટ્રોલિંગ વધાર્યું છે.
મોટર સાઈકલ પર આવીને બે જણા મોબાઈલ ચોરી ગયા
સુરત: શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચીંગની ઘટના બની છે. મોટર સાઈકલ પર આવેલા બે ઈસમો રાહદારીનો મોબાઈલ ઝૂંટવીને ભાગી ગયા હતા. આ કેસની મળતી વિગત અનુસાર મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની અને સુરતમાં કતારગામ ખાતે શિવઅભિષેક એપાર્ટમેન્ટમાં રહેતા નેમારામ ચંપાલાલ માળી ગઈ તા. 21મી ઓગસ્ટના રોજ રાત્રિના પોણા નવ વાગ્યાના અરસામાં જહાંગીરપુરાના કોમ્યુનિટી હોલ પાસેથી જઈ રહ્યાં હતાં ત્યારે બે અજાણ્યાઓ સ્પલેન્ડર મોટર સાઈકલ પર આવીને તેમના હાથમાંથી ઓપ્પો કંપનીનો 25 હજારની કિંમતનો મોબાઈલ ઝૂંટવી ગયા હતા.