SURAT

આખરે સુરતના ડ્રીમ પ્રોજેક્ટ ‘ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ’ માટે મળી ગઈ આ મંજૂરી

સુરત: (Surat) સુરત મનપાના ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) એવા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટને (Dumas Sea Phase Development) સાકાર કરવા વર્તમાન કમિશનર શાલીની અગ્રવાલ ઉત્સાહી છે. આથી આશરે ચાર હજાર કરોડના આ પ્રોજેક્ટમાં વિવિધ વિભાગ સાથે સંકલન, મંજૂરીઓ અને બજેટની (Budget) જોગવાઇમાં વિલંબ થવાની શક્યતાને ધ્યાને રાખી આ પ્રોજેક્ટને તબક્કાવાર હાથ ધરવા આયોજન કરાયું છે. જેના ભાગરૂપે મનપાની જાહેર બાંધકામ સમિતિને 207 કરોડના અંદાજ મંજૂરી માટે મોકલી અપાયા હતા. જેને જાહેર બાંધકામ સમિતિએ મંજૂરી આપી છે.

  • આખરે શહેરના ડ્રીમ પ્રોજેક્ટ ‘ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ’ માટે 207 કરોડના અંદાજ મંજૂર
  • આ પ્રોજેક્ટ માટે ટુરિઝમ વિભાગ દ્વારા 100 કરોડની ગ્રાન્ટની જાહેરાત કરાઈ છે, પહેલા તબક્કામાં 138 અને બીજા તબક્કામાં 68 કરોડનાં કામ કરાશે

વધુ માહિતી મુજબ મનપા કમિશનરે કરેલા આયોજનમાં સુરતના આ ડ્રીમ પ્રોજેક્ટને વહેલી તકે સાકાર કરવા માટે ચાર ઝોનમાં વિભાજિત કર્યો છે. અને વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે કરી હોય આ ગ્રાન્ટ મળશે તેવો લક્ષ્યાંક રાખી આયોજન કરાયું છે. પ્રોજેક્ટના પહેલા તબક્કામાં 138 અને બીજા તબક્કામાં 68 કરોડનાં કામ કરવામાં આવશે. જો કે, ડુમસ બીચ ડેવલપ કરી પિકનિકનું સુંદર અને વિશાળ સ્થળ ઉપલબ્ધ કરવા માટે વરસોથી ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સમાવાતો પ્રોજેક્ટ આખરે ફ્લોર પર આવ્યો છે.

ચાર વિભાગમાં વહેંચીને 149 હેક્ટર જગ્યામાં પ્રોજેક્ટ સાકાર થશે
સુરત પાલિકાના આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર હસ્તકની 78.99 હેક્ટર તથા ફોરેસ્ટ વિભાગની 23.07 હેક્ટર જમીન મળી કુલ 102 હેક્ટર જગ્યામાં પ્રોજેક્ટ સીમિત હતો. ઉપરાંત દરિયા કિનારાની 45.93 હેક્ટર બિન નંબરની જગ્યા ઇકો ટુરિઝમ માટે ડેવલપ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે પાલિકાએ માસ્ટર પ્લાન બનાવી ચાર ઝોનમાં વિભાજન કર્યુ છે. પહેલા ઝોનમાં અર્બન વિભાગમાં બે પેકેજની કામગીરી હાથ ધરવામાં આવશે. કન્સ્ટલ્ટન્ટ્સના તૈયાર કરાયેલા આ પેકેજ-૧ની કામગીરી માટેના ગ્રોસ અંદાજોની મંજૂરી હેતુ દરખાસ્ત આગામી જાહેર બાંધકામ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી તેને લીલી ઝંડી આપવામાં આવી છે.

આ પ્રોજેક્ટ માટે સરકાર પાસેથી 100 કરોડની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના ડુમસ દરિયા કિનારાની સુલતાનાબાદ–ભીમપોર–ડુમસમાં ઉપલબ્ધ દરિયા કિનારાની કુદરતી સંપત્તિનો મહત્તમ લાભ થાય તેમજ પર્યટન પ્રવૃત્તિને પ્રોત્સાહન મળી રહેશે. પ્રાકૃતિક સંપત્તિની જાળવણી અને સંવર્ધનનાં તમામ પાસાં ધ્યાને લઈ તથા દેશ-વિદેશના સહેલાણીઓ માટે અતિપ્રિય મનોરંજન, આધુનિક અને આકર્ષિત તેમજ કુદરતનું એકદમ નજીકથી સાંનિધ્ય અનુભવી શકાય તેવો અતિ નયનરમ્ય પ્રાકૃતિક થિમ પાર્ક, ઈકો ટુરિઝમ પાર્ક વિકસાવવામાં આવશે.

Most Popular

To Top