સુરત: (Surat) સુરતીઓ સુપરકાર (Super Car) પાછળ ઘેલા બન્યા છે. સુરત સ્થિત અવધ ઊટોપીયા ખાતે શનિવારે અને રવિવારે યોજાયેલા લકઝુરિયસ કારના શોમાં બે દિવસ દરમિયાન 7000 જેટલા લક્ઝરી કારના શોખીન એવા સુરતીઓ ઉમટી પડ્યા હતાં. અમદાવાદ કરતાં પણ સારો પ્રતિસાદ સુરતમાં લકઝુરિયસ કારના પ્રદર્શનને મળ્યો છે. શોના આયોજક સૌરીન બાસુ અને મતિક મેનને જણાવ્યું હતું કે સુરતમાં પ્રથમ શો સુપર ડુપર હિટ રહ્યો છે.
- અમદાવાદ કરતાં પણ સારો પ્રતિસાદ સુરતમાં લકઝુરિયસ કારના પ્રદર્શનને મળ્યો
- રોલ્સ રોયસ, ફરારી, એસ્ટન માર્ટિન લેક્સસ જેવી કાર ખરીદવા 150 સુરતીએ ઇન્કવાયરી બુકીંગ કરાવ્યું
- 15 કરોડની રોલ્સ રોયસ ઘોસ્ટ બ્લેક બેડજ એડિશન કાર માટે સર્વાધિક ઇન્કવાયરી મળી
રોલ્સ રોયસ, ફરારી, એસ્ટન માર્ટિન લેક્સસ જેવી કાર ખરીદવા 150 સુરતીએ ઇન્કવાયરી બુકીંગ કરાવ્યું છે. જે નેગોશીએશન કરી કારની ખરીદી કરશે. લક્ઝુરિયસ કાર મર્સીડીઝ, બીએમડબલ્યુ, વોલ્વો, મની કુપર, ઔડી, સ્કોડા, ફરારીના જુદા જુદા મોડેલ આકર્ષક મોડેલની ઇન્કવાયરી વધુ મળી છે. સુરતીઓ આ ઇવેન્ટમાં ભાગ લઈ શકે એ માટે ફ્રી એડવાન્સ અને સ્પોર્ટ રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં ટીનેજર્સ માટે બાઈક બીએમડબ્લ્યુની લેટેસ્ટ 1800 સીસીની 3 બાઈક પણ મુકવામાં આવી છે. એમાં ભીડ જોવા મળી છે. કેટલીક બાઈકના સોદા પણ થયા છે. ઓટો ડી લ્યુક્સના આયોજક સૌરીન બાસુએ જણાવ્યું કે આ બે દિવસના શોમાં 7000 જેટલા લકઝુરિય કારના શોખીનો આવ્યાં હતાં. અમદાવાદ પછી સુરતમાં કંપનીઓને સારી ઇન્કવાયરી મળી છે.
સુરત અને અમદાવાદ પ્રીમિયમ કારના માર્કેટ તરીકે ઉભરી આવ્યા છે. ગુજરાતમાં 50 લાખથી 3.5 કરોડ સુધીની કિંમતની 1200થી વધુ કારનું દર મહિને વેચાણ થાય છે. ગુજરાતનું ઓટો ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ દર મહિને અંદાજે 2000 કરોડથી વધુનું છે. ગુજરાતમાં આ પ્રકારની કારનું વેચાણ 12 ટકાના ગ્રોથથી વધી રહ્યું છે. માર્કેટમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળતા બે દિવસીય ઓટો એક્સપોમાં અંદાજે 25થી 30 કારનું વેચાણ થયાનો અંદાજ છે. જેની રેન્જ સરેરાશ 65 લાખથી 15 કરોડ સુધીની છે. રોલ્સ રોયસ ઘોસ્ટ બ્લેક બેડજ એડિશન પ્રથમવાર સુરતમાં લોન્ચ થઈ હતી જેની એક્સ- શોરૂમ 15 કરોડની છે.