SURAT

ગરમીનો પ્રકોપ જારી, મંગળવારે ચામડી દઝાડતી સિઝનની સૌથી વધુ ગરમી પડી

સુરત: (Surat)) સુરત શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની હીટવેવની (Heat Wave) આગાહી વચ્ચે આજરોજ મંગળવારે ગરમીનો પ્રકોપ થમોર્મીટરના પારા ઉડાવી 42 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આજે સિઝનનો સૌથી ગરમ અને સાથે સિઝનની સૌથી ગરમ રાત પણ નોંધાઇ હતી.

  • ગરમીનો પ્રકોપ જારી, આજે ચામડી દઝાડતી સિઝનની સૌથી વધુ ગરમી પડી
  • મહત્તમ તાપમાન 42 તો લઘુત્તમ તાપમાન 29.7 સાથે કાતિલ ગરમીવાળી રાત પણ નોંધાઈ

સુરત શહેર અને જિલ્લામાં આ વરસે હવામાનની કરવટ બદલાતા ગરમીનો કહેર જારી રહ્યો છે. લગભગ આ વરસે સિઝનમાં સૌથી વધુ વખત ગરમ દિવસો નોંધાયા છે. આજે હવામાન વિભાગે હિટવેવની આગાહી પણ આપી હતી. તેની સાથે સાથે ઓરેન્જ એલર્ટ વચ્ચે સામાન્ય લોકો માટે એડવાઇઝરી જાહેર કરાઇ હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ ગરમી અને લૂ ને લઇને અલાયાદા વોર્ડ પણ ઉભા કરી દેવા્યા હતા.

આ સ્થિતિ વચ્ચે આજે સવારે સાડા નવ વાગ્યાથી જ આકાશમાંથી અગનગોળા વરસવાના શરૂ થઇ ગયા હતા. સવારે સાડા નવે વાગે પણ ભરબપોરે પડતી હોય તેવી ગરમી અનુભવવા મળી છે. આજે દિવસભર લોકો ગરમીથી હેરાન પરેશાન થઇ ગયા હતા. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 42 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 29.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાંજે છ વાગ્યા સુધી લોકો ગરમીથી તોબા પોકારી ઉઠયા હતા. દિવસ દરમિયાન ઉતર તરફથી ફુંકાતા પવનો 6 કિલોમીટરની ઝડપે રહેતા રીતસર લૂં વરસતી હોય તેમ લોકોની ચામડી દાઝી ગઇ હતી. હાલ બંગાળની ખાડીમાં એક વેર્સ્ટન ડિસ્ટબન્સ સિસ્ટમ સેટ થઇ છે. તે મોટાભાગે બંગાળ અને ઓરિસ્સા તરફ ફંટાઇ જશે. જેને લીધે સુરત સહિત દક્ષિણ ગુજરાતના હવામાનમાં કોઇ ફરક પડશે નહિં. હજી પણ હીટવેવ પાંચ દિવસ જારી રહશે.

Most Popular

To Top