સુરત: સુરતના (Surat) અડાજણ (Adajan) વિસ્તારમાં પાર્ક કરેલી એક કારમાં (Car) આગ (Fire) લાગી હોવાની ઘટના બની હતી. અડધી રાત્રે લગ્નમાંથી (Marriage) પરત ફર્યા બાદ વરરાજાની ગાડીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગ્યાની જાણકારી મળતા જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. જો કે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
મળતી માહિતી અનુસાર રાત્રે 1:15 વાગ્યાની આસપાસ ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક અડાજણ પોલીસ સ્ટેશનની પાછળ રામેશ્વરમ રોહાઉસના નીચે પાર્ક કરેલી Gj 05 rn 6705 ટાટા હેરિયર કારમાં અચાનક આગ લાગી હતી. પરિવાર મલ્હાર કુમાર મોણપરાના લગ્ન પતાવી રાત્રે 1 વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યો હતો. કાર વરરાજા મલ્હારના મામાનો છોકરો કૃણાલ બોઘરાની હતી.
કૃણાલ બોઘરા પાસેથી મળતી માહિતી અનુસાર તેમનો પરિવાર લગ્ન માટે કતારગામ ગયા હતા. પરિવારને લગ્નમાંથી પરત ફરતા રાત્રે 1 વાગી ગયો હતો. કૃણાલના જણાવ્યા અનુસાર કારમાં 4 લોકો સવાર હતા. વરરાજા મલ્હાર મોણપરા, તેમની પત્ની ઉર્મિલા મોણપરા, મલ્હારના મામાનો છોકરો ચિરાગ બોઘરા અને તેની પત્ની હિરલ બોઘરા હતા. વરરાજાની ગાડી ચિરાગ ભાઈ ચલાવી રહ્યા હતા. અન્ય બે ગાડીમાં પરિવારના અન્ય સભ્યો હતા.
લગ્ન પતાવી રાત્રે મોડું થઈ જતાં ચિરાગ ભાઈએ ગાડી રોડ પર સાઈડમાં પાર્ક કરી હતી. અને પરિવાર અન્ય વિધિ માટે ઘરે ગયા હતા. 10થી 15 બાદ વોચમેનને આવીને તેમને જાણ કરી કે કારમાં આગ લાગી છે. પરિવાર પહોંચે તે પહેલા જ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કાર ટાટા હેરિયર કૃણાણ બોઘરાની હોવાનું સામે આવ્યું છે. કૃણાલભાઈના જણાવ્યા અનુસાર કાર તેમણે ગત વર્ષે જુલાઈ 2021માં જ લીધી હતી.
ફાયર વિભાગના અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર રાત્રે 1:30 વાગ્યે કારમાં આગ લાગ્યો હોવાનો કોલ મળ્યો હતો. ગણતરીની મિનિટોમાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પાણીનો મારો ચલાવી માત્ર 5થી 10 મિનિટની અંદર ફાયર વિભાગે આગ પર કાબૂ મેળી લીધો હતો. હાલ કારમાં ક્યા કારણોસર આગ લાગી હશે તેનું સાચું કારણ સામે આવ્યું નથી.