SURAT

વિદેશ જવા માસ્ટર ડિગ્રીની પરિક્ષામાં નાપાસ થતા તાપીમાં ઝપલાવનાર વિદ્યાર્થીનો 48 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો

સુરત : સુરત (Surat) વિદેશમાં (Foreign) માસ્ટર ડીગ્રી માટેની પરીક્ષામાં નાપાસ થતાં હતાશ થઈ અબ્રામા પાસે થી રેલ્વેના પુલ પર થી તાપીમાં પડતું મૂકી આપઘાત કરી લેનાર વિદ્યાર્થીનો (Student) 48 કલાક બાદ મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. એટલું જ નહીં પણ મોબાઇલ માંથી કેટલાક વિટ્સએપ મેસેજ મળી આવતા પોલીસે (Police) તપાસ હાથ ધરી છે. ધવલ દોઢ વર્ષ થી માસ્ટર ડિગ્રી માટે કલાસ કરતો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, ધવલ મુળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના અલપર ગામના વતની અને હાલ સુરત કતારગામ વિસ્તારમાં ડભોલી ચાર રસ્તા પાસે સુમન સાર્થક આવાસ એપાર્ટમેન્ટમાં આઠમા માળે ફલેટ નંબર બી 803 માં રહેતો હતો. તેના પિતા સુરેશભાઈ તળશીભાઈ કળથીયા રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. ધવલ(ઉ.વ.23) જે વિદેશ જવા માટે કેમીકલ એન્જીનયરીંગની માસ્ટર ડીગ્રી માટે દોઢ વર્ષ થી ગજેરા સર્કલ પાસે ટયુશન કલાસમાં જતો હતો.

વધુમાં જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ બપોરના 1.30 કલાકે પિતાને ટયુશન માટે જવાનુ હોવાનુ કહીને પોતાની બાઈક નંબર જીજે 05 એલટી 1248 લઈને ગયો હતો. સાંજના 6.45 કલાકે ધવલએ પિતાને ફોન કરીને આવતા મોડુ થશે કામ પર નીકળી જવા માટે વાત કરી હતી.રાત્રિના 9.30 કલાકે ધવલે ભાભી રિધ્ધિબેનને મોબાઈલ પર પપ્પા મને માફ કરી દો, હુ પરિક્ષામાં નાપાસ થઈ ગયો છું, અને ધંધામાં પણ નાપાસ થઈ ગયો. હવે જીવવાની ઈચ્છા નથી મે ઘણી ભુલ કરી છે અને અબ્રામા રેલ્વે પુલ પર થી પડી જાવ છુ અને બાઈક પુલ પર છે,જે મેસેજ આવતા રિધ્ધિ બેને સસરાને મેસેજની જાણ કરીને અબ્રામા ગામ ખાતે પુલ પર તપાસ કરતા ધવલની બાઈક બિનવારસી હાલતમાં મળી આવી હતી. પરંતુ ધવલની શોધખોળ કરતા કોઈ જગ્યાએ ભાળ મળી ન હતી.

ફાયર ઓફિસર પટેલે જણાવ્યું હતું કે બે દિવસથી ધવલની શોધખોળ ચાલી રહી હતી. આજે એટલે કે શનિવારના રોજ સવારે 9.30 કલાકે અબ્રામા ગામની હદમાં તાપી નદી પર અબ્રામા વાલક વચ્ચે બનાવેલા પુલના નીચેના પિલર પાસે થી ધવલનો મૃતદેહ મળી આવતા કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધવલનો મૃતદેહ જોઈ પરિવાર શોકમાં સરી ગયો હતો.

Most Popular

To Top