SURAT

કતારગામમાં બીજા માળેથી પડતા 18 વર્ષીય વિદ્યાર્થીનું મોત

સુરત: (Surat) કતારગામમાં ધનમોરા ચાર રસ્તા પાસે પાર્થ કોમ્પ્લેક્સમાં રહેતા વિદ્યાર્થીનું (Student) બીજા માળેથી પડી જવાથી મોત થયું હતું. જ્યારે ભટારમાં ત્રીજા માળેથી પડવાથી (Falling) વૃદ્ધનું મોત (Death) નિપજ્યું હતું.

  • કતારગામમાં બીજા માળેથી પડતા વિદ્યાર્થીનું અને ભટારમાં ત્રીજા માળેથી પટકાતા વૃદ્ધનું મોત
  • એપાર્ટમેન્ટ સિટી બની ગયેલા સુરતમાં આવી ઘટનાઓ વધી રહી છે ત્યારે રહીશો સહિત કારીગરવર્ગ સાવચેતી રાખે તે જરૂરી છે

ચોકબજાર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર કતારગામમાં ધનમોરા ચાર રસ્તા પાસે પાર્થ કોમ્પ્લેક્સમાં રાકેશ વોરા પરિવાર સાથે રહે છે. સાડી પર સ્ટોન ચોટાડવાનું કામ કરતા રાકેશ વોરા મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડવાના વતની છે. રાકેશ વોરાના પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરીઓ અને એક દીકરો મિતુલ ( 18 વર્ષ) છે. મિતુલ તા.1લી માર્ચના રોજ ઘરે બીજા માળની ગેલેરીમાંથી નીચે પટકાયો હતો. તેને માથામાં અને પગમાં ઇજા થઈ હતી. સારવાર માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કરાતા ત્યાં સારવાર દરમિયાન શુક્રવારે રાત્રે તેનું મોત નિપજ્યું હતું. ચોકબજાર પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે.

તેવી જ રીતે ભટાર રોડ પર ઉમા ભવન પાસે રહેતા સાહેબરાવ ભગાભાઈ બૈસાને( 65 વર્ષ) શુક્રવારે સવારે પોતાના ઘરનાં ત્રીજા માળેથી નીચે પડતા ગંભીર ઇજા થઈ હતી. તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં આજ રોજ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ખટોદરા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

વૃક્ષનું ટ્રિમિંગ કરતી વખતે તોતિંગ ડાળ તૂટી પડતા પુણા ફાયર સબ ઓફિસર ઘવાયા
સુરત : પુણા ગામ આરોગ્ય કેન્દ્ર પાસે પારસમણી સોસાયટીમાં વહેલી સવારે પુણા ફાયર વિભાગ દ્વારા વૃક્ષોને ટ્રિમિંગ કરવાની કામગીરી કરાઈ રહી હતી. દરમ્યાન ઝાડની એક વિશાળ ડાળ અક્સમાતે તૂટી પડતા અહીં કામ કરી રહેલા ફાયર સબ ઓફિસર ખરાબ રીતે ઘવાઈ ગયા હતા. તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ શનિવારે સવારે 7 વાગ્યાના અરસામાં પુણા ફાયર વિભાગની ટીમ આરોગ્ય કેન્દ્ર પાસે પારસમણિ સોસાયટીમાં વૃક્ષો કાપવાની કામગીરી કરી રહી હતી. અહીં સોસાયટીમાં એક વૃક્ષનું ટ્રીમીંગ કરતી વખતે અચાનક વૃક્ષની એક તોતિંગ ડાળ તૂટી ગઈ હતી. આ ડાળ નીચે પાર્ક કરેલી એક વેગેનાર કાર (GJ-019-BA-2066) ઉપર પડી હતી.. દરમયાન વૃક્ષ નીચે કામ કરી રહેલી પુણા ફાયરની ટીમના સબ ઓફિસર દિનુ પટેલના માથા ઉપર આવીને પડી હતી જેથી તેઓ ઈજાગ્રસ્ત થયા ગયા હતા. ડાળ તેમના માથાના ભાલે વાગી જતા તેઓ લોહી લુહાણ થઇ ગયા હતા અને તેમને તુરંત 108 મારફતે નજીકબની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. દિનુ પટેલને માથાના ભાગે બે ટાકા આવ્યા હોવાનું પણ ફાયર સુત્રોએ જણાવ્યું હતું અને અકસ્માતમાં પાર્ક કરેલી વેગેનાર કારના પાછળના કાચમાં નુકશાન થયું હતું.

Most Popular

To Top